________________
૨૯૪
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૭ર
ત્રણ ગતિના જીવો, આજુદુમાવ=આતપનામકર્મને સૌધર્મ સુધીના દેવો, સમોવ=સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાષ્ટિજીવો, સાથિસુમનસા સિગરા = સાતા, સ્થિર, શુભ, અને યશ આ ચાર પ્રતિપક્ષી સહિત આઠને. ૭રા
ગાથાર્થ – તિર્યંચદ્ધિક અને નીચગોત્રને તમસ્તમપ્રભા નામની નારકીના જીવો, જિનનામકર્મને અવિરતિ જીવો, એ કેન્દ્રિય અને સ્થાવરનામકર્મને નારકી વિનાના ત્રણગતિના જીવો, આપ નામકર્મને સૌધર્મ સુધીના દેવો, અને સાતા, સ્થિર, શુભ, યશ તથા તેની ચાર પ્રતિપક્ષી અસાતા, અસ્થિર, અશુભ અને અયશને સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાદષ્ટિ જીવો જઘન્યરસે બાંધે છે મછરા
વિવેચન – તિર્યચદ્ધિક અને નીચગોત્રનો જઘન્ય રસબંધ તમસ્તમઃ પ્રભા નામની સાતમી નારકીના નરકજીવો કરે છે. આ ત્રણ અશુભ (પાપ) પ્રકૃતિ છે. તે ત્રણનો જઘન્ય રસબંધ પાપ પ્રકૃતિ હોવાથી વિશુદ્ધિથી બંધાય છે. પ્રથમની ૬ નારકીના જીવોને તથા સર્વે દેવોને તેવી વિશુદ્ધિ આવે ત્યારે મનુષ્યપ્રાયોગ્ય બંધ થાય છે. ત્યાં આ ૩ પ્રકૃતિઓ બંધાતી નથી. તથા તિર્યંચ અને મનુષ્યોને અતિશય વિશુદ્ધિ આવે તો દેવપ્રાયોગ્ય જ બંધ થાય છે. ત્યાં પણ આ ૩ પ્રકૃતિઓ બંધાતી નથી. તેથી તિર્યંચ, મનુષ્ય, પ્રથમની ૬ નારકી અને દેવોને વર્જીને સાતમી નારકીના જીવો આ ત્રણ પ્રકૃતિના જઘન્ય રસબંધના સ્વામી કહ્યા છે. સાતમી નારકીના મિથ્યાદૃષ્ટિ જીવોને ગમે તેટલી વિશુદ્ધિ આવે તો પણ તિર્યંચપ્રાયોગ્ય જ બંધ થાય છે. અને ત્યારે આ ત્રણ પ્રકૃતિઓ બંધાય જ છે. માટે સાતમી નારકીના જીવો સ્વામી કહ્યા છે.
તેમાં પણ એટલી વિશેષતા છે કે સાતમી નારકીના મિથ્યાદષ્ટિ ' જીવો કે જેઓએ યથાપ્રવૃત્તકરણ આદિ ત્રણ કરણો કર્યા છે. અને અનિવૃત્તિકરણ કરીને અન્તરકરણ કરવા દ્વારા મિથ્યાત્વમોહની બે સ્થિતિ કરીને પ્રથમસ્થિતિને ઉદયથી વેદતાં વેદતાં જ્યારે પ્રથમસ્થિતિનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org