________________
૨પ૦
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૬O
પ્રમાણે એકેન્દ્રિય, વિકસેન્દ્રિય જાતિ ન બંધાતી હોવાથી પંચેન્દ્રિયજાતિ અવશ્ય બંધાય જ છે. તથા સ્થાવરચતુષ્ક ન બંધાતું હોવાથી ત્રસચતુષ્ક સતતપણે બંધાય છે. આ રીતે પ્રતિપક્ષી પ્રકૃતિઓના બંધના વિરહના કારણે આ ૭ પ્રકૃતિનો આટલો સતતબંધ ઘટી શકે છે.
મૂળ ગાથામાં નર્નાદિયં સીય આટલો જ પાઠ હોવા છતાં પણ “ચાર પલ્યોપમ સહિત અને કેટલાક મનુષ્યભવ યુક્ત” એ પદનો નિર્દેશ ન હોવા છતાં ઉપલક્ષણથી (અધ્યાહારથી) સમજી લેવો. કારણ કે આ સાતની પ્રતિપક્ષીનો જેટલો અબંધકાળ હોય છે તેટલો જ આ સાતનો નિરંતરબંધકાળ હોય છે. સ્વોપજ્ઞ ટીકામાં કહ્યું છે કે પંચસંગ્રહાદિ ગ્રંથોમાં ઉપલક્ષણથી આ ચાર પલ્યોપમ આદિ લેવાનો કંઈ પણ ઉલ્લેખ દેખાતો નથી. તેનું કારણ અમને સમજાતું નથી. અર્થાત્ ચાર પલ્યોપમ આદિ કાળ સતતબંધમાં લેવો જોઈએ. પરંતુ પંચસંગ્રહાદિ ગ્રન્થકારોએ આનો ઉલ્લેખ કેમ નથી કર્યો ? તે અમને સમજાતું નથી એમ સ્વોપલ્લટીકાકારશ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ. શ્રી કહે છે (આ કથન ઉપરથી તે મહાત્માઓની લઘુતા કેટલી છે ? તે આપણને જણાય છે)
પંચસંગ્રહાદિમાં પણ ઉપલક્ષણથી ચાર પલ્યોપમ આદિ લઈ લેવું એ જ યોગ્ય લાગે છે અને આ સામાન્ય હોવાથી તેનો ઉલ્લેખ ન કર્યો હોય એમ સમાધાન કરવું ઉચિત છે.
એવી જ રીતે શુભવિહાયોગતિ, પુરુષવેદ, સૌભાગ્યત્રિક, ઉચ્ચગોત્ર અને સમચતરસ્ટસંસ્થાન એમ કુલ ૭ પ્રકૃતિઓનો નિરંતરબંધ ૧૩૨ સાગરોપમ જાણવો. અહીં પણ ઉપલક્ષણથી ચાર પલ્યોપમ અને કેટલાક મનુષ્યના ભવો ઉમેરી દેવા. તથા ૧૩ર સાગરોપમ સુધી આ ૭ પ્રકૃતિઓના સતતબંધના કથનની પાછળ યુક્તિ પણ પૂર્વની જેમ જ જાણવી. આ પ્રકૃતિઓની પ્રતિપક્ષી પ્રકૃતિઓના બંધનો (ગાથા પ૭ પ્રમાણે) જે વિરહ છે. તે જ આ પ્રકૃતિઓના સતતબંધનું કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org