________________
ગાથા : પપ
પાંચમો કર્મગ્રંથ
૨૩૩
ઉત્તર - આયુષ્યકર્મમાં જઘન્યસ્થિતિ સ્થાનથી ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધીમાં પ્રત્યેકમાં ક્રમશઃ વિશેષાધિક અધ્યવસાય સ્થાનો નથી. પરંતુ અસંખ્યાતગુણા છે. એ તફાવત છે. ક્ષુલ્લકભવ પ્રમાણવાળું મનુષ્ય અને તિર્યંચના આયુષ્યનું જે જઘન્યસ્થિતિસ્થાન છે તેમાં જે (અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ) અસંખ્યાતાં અધ્યવસાય સ્થાનો છે. તેનાથી અસંખ્યાતગુણા અધિક સમયાધિક ક્ષુલ્લકભવવાળા બીજા સ્થિતિસ્થાનમાં, તેનાથી અસંખ્યાતગુણા અધિક બે સમયાધિક ક્ષુલ્લકભવવાળા ત્રીજા સ્થિતિસ્થાનમાં, એમ ક્રમશઃ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી જાણવું. એ જ પ્રમાણે દેવ-નારકીના ૧૦,૦૦૦ વર્ષ પ્રમાણ વાળા જઘન્યસ્થિતિસ્થાનથી ક્રમશ: અસંખ્યાતગુણ અસંખ્યાતગુણ અધ્યવસાયનસ્થાનો યાવત્ ૩૩ સાગરોપમના સ્થિતિસ્થાન સુધી જાણવાં.
પ્રશ્ન = બીજા કર્મોમાં વિશેષાધિક અને આયુષ્યકર્મમાં અસંખ્યાતગુણ આ પ્રમાણે તફાવત શા માટે ?
ઉત્તર = શેષ ૭ કર્મોના જઘન્યસ્થિતિબંધમાં અને આયુષ્યકર્મના જઘન્યસ્થિતિબંધમાં અધ્યવસાયસ્થાનો જો કે અસંખ્યાતલોકાકાશ પ્રદેશપ્રમાણ અસંખ્યાત છે. તો પણ ૭ કર્મો કરતાં આયુષ્યકર્મના પ્રથમસ્થિતિસ્થાનમાં અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયસ્થાનો હોવા છતાં પણ અન્ય કર્મોના પ્રથમ સ્થિતિસ્થાનો કરતાં ઘણાં ઓછાં છે, એટલે પાછળના સ્થાનોમાં અસંખ્યાતગણું સારી રીતે ઘટી શકે છે. તથા બીજાં કારણ એવું પણ છે કે શેષ ૭ કર્મોની સ્થિતિ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે જેથી સ્થિતિસ્થાનો ઘણાં છે. અને આયુષ્યકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ માત્ર ૩૩ સાગરોપમ જ છે. (કોડાકોડી નથી, તેથી સ્થિતિસ્થાનો જ અતિશય અલ્પ છે. તેટલાં અલ્પ સ્થિતિસ્થાનોમાં ઘણાં વધારે વધારે અધ્યાવસાયસ્થાનોનો વધારો સંભવે છે તથા તે વૃદ્ધિમાં તથાસ્વભાવ પણ કારણ છે. માટે ઉપરોક્ત અલ્પબદુત્વ યથાર્થ છે.
આ પ્રમાણે યોગની વૃદ્ધિ તથા સ્થિતિસ્થાનોમાં અધ્યવસાય સ્થાનોની વૃદ્ધિ સમજાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org