________________
પાંચમો કર્મગ્રંથ
આ પ્રમાણે મૂલ ગાથાના અનુસારે કુલ ૨૮ બોલનું યોગ સંબંધી અલ્પબહુત્વ સમજાવ્યું. સ્વોપજ્ઞ ટીકામાં છેલ્લો ૨૮મો બોલ લખ્યા પછી પાંચ વિકલ્પો પણ કર્યા છે. (૧) અનુત્તરવાસી દેવો, (૨) ત્રૈવેયકવાસી દેવો (૩) યુગલિક તિર્યંચ-મનુષ્યો, (૪) આહારકશરીરી જીવો, અને (૫) બાકીના સર્વે દેવ-નારકી, તિર્યંચ, મનુષ્ય સ્વરૂપ ચારે ગતિના સંશી પંચેન્દ્રિય જીવો. આ પાંચ ભેદો ૨૮ મા બોલના ઉત્તરભેદો હોય તેમ લાગે છે. એટલે ૨૭મા બોલમાં કહેલા પર્યાપ્તા અસંજ્ઞી પં.ના ઉત્કૃષ્ટયોગથી અનુત્તરવાસી જીવોનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યગુણો છે. એમ પાંચે બોલમાં સમજવું. જેથી ૨૭+૫=કુલ ૩૨ બોલનું અલ્પબહુત્વ પણ થાય છે. અહીં સર્વ ઠેકાણે જે અસંખ્યગુણો યોગ કહ્યો તે સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગરૂપ સમજવો. જીવ જ્યારે જઘન્યયોગમાં વર્તતો હોય ત્યારે જઘન્ય કર્મપ્રદેશો ગ્રહણ કરે છે અને ઉત્કૃષ્ટ યોગમાં વર્તે ત્યારે ઉત્કૃષ્ટ કર્મ પ્રદેશોનું ગ્રહણ કરે છે. યોગની હાનિ-વૃદ્ધિને અનુસારે કર્મયોગ્ય પ્રદેશોનું ગ્રહણ હાનિ-વૃદ્ધિવાળું હોય છે.
૨૨૪
આ પ્રમાણે પ્રાસંગિક યોગસ્થાનનું સ્વરૂપ સમજાવીને હવે “સ્થિતિ સ્થાન” સમજાવે છે. કાળને આશ્રયી બંધાતી ભિન્ન ભિન્ન જે સ્થિતિ તે સ્થિતિસ્થાન કહેવાય છે. કોઈપણ એક જીવસ્થાનકમાં જે જધન્ય સ્થિતિ બંધાય છે. તે પ્રથમસ્થિતિસ્થાન કહેવાય છે. સમયાધિક એવી તે જ સ્થિતિને બીજું સ્થિતિસ્થાન કહેવાય છે. બે સમયાધિક, ત્રણ સમયાધિક એવી તે જ સ્થિતિને અનુક્રમે ત્રીજું, ચોથું સ્થિતિસ્થાન કહેવાય છે. એમ યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિ તે જીવસ્થાનકમાં જેટલી બંધાય ત્યાં સુધી સમજવું. સારાંશ કે કોઈપણ એક જીવસ્થાનકમાં જધન્યસ્થિતિબંધથી ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ સુધીનો જે ગાળો છે, તેના જેટલા સમયો થાય તેટલાં સ્થિતિસ્થાનો (સમયભેદને આશ્રયી તેટલા પ્રકારની સ્થિતિ બાંધવાના પ્રકારો) થાય છે. સૂક્ષ્મ-બાદર, પર્યાપ્તા અને અપર્યાપ્તા એકેન્દ્રિયના ચારે જીવસ્થાનકોમાં બાદર પર્યાપ્તામાં સંપૂર્ણ સાતીયા ત્રણ ભાગ, અને બાકીના ત્રણ
Jain Education International
ગાથા : ૧૩-૧૪
For Private & Personal Use Only
www.jainelibrary.org