________________
૨૨૨
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૫૩-૫૪
સર્વથી જઘન્ય વીર્યવાનું છે. આ યોગસ્થાન લબ્ધિઅપર્યાપ્તસૂક્ષ્મનિગોદને ઉત્પત્તિના પ્રથમ સમયે હોય છે. | સર્વથી જઘન્યવીર્યવાળા સૂક્ષ્મનિગોદ જીવના વીર્ય કરતાં કંઈક અધિક વીર્યવાળા ઉત્પત્તિના પ્રથમ સમયે જ વર્તતા બીજા સૂક્ષ્મનિગોદ જીવના વીર્યની પણ આ જ ક્રમે અસંખ્ય અસંખ્ય વર્ગણાઓ અને સૂચિશ્રેણીના અસંખ્યાતમા ભાગ પ્રમાણ યોગસ્પર્ધકો થાય છે. તે બીજું યોગસ્થાન કહેવાય છે. આ બીજા યોગસ્થાનકના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણા, પ્રથમ યોગસ્થાનના ચરમ સ્પર્ધકની ચરમ વર્ગણા કરતાં અસંખ્યય અધિક વીર્યાવિભાગવાળા આત્મપ્રદેશોની હોય છે. આ પ્રમાણે બીજું, ત્રીજું, ચોથું, એમ ક્રમશઃ સૂચિશ્રેણીના અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશ પ્રમાણ “યોગસ્થાનો” થાય છે.
સર્વે જીવોનાં મળીને કુલ “યોગસ્થાનો” સૂચિશ્રેણીના અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશ પ્રમાણ છે. એકેક યોગસ્થાનકમાં અસંખ્યાત સ્પર્ધકો છે એકેક સ્પર્ધકમાં અસંખ્યાતી વર્ગણાઓ છે. એકેક વર્ગણામાં સમાન વીર્યાવિભાગવાળા ઘનીકૃત લોકના અસંખ્યાતમા ભાગ પ્રમાણ આત્મપ્રદેશો છે. અને એકેક આત્મપ્રદેશમાં અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ (અને ક્રમશઃ વૃદ્ધિ પામતા) વીર્યાવિભાગો છે. સૌથી ઓછામાં ઓછો યોગ સૂક્ષ્મનિગોદીયા ઉત્પત્તિના પ્રથમસમયવર્તી જઘન્યવીર્યવાળા જીવને હોય છે. અને સૌથી વધુમાં વધુ યોગ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા સર્વોત્કૃષ્ટ વીર્યવાળાને હોય છે. બાદર એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તા, પર્યાપ્તાને મધ્યમ યોગ હોય છે અને અપર્યાપ્તામાં પ્રતિસમયે ક્રમશઃ અસંખ્યાતગુણ વૃદ્ધિવાળો યોગ હોય છે. તે સર્વેનું યોગ સંબંધી અલ્પબદુત્વ આ પ્રમાણે છે. (૧) અપર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિયનો જઘન્યયોગ સર્વથી અલ્પ. (૨) તેનાથી અપર્યાપ્તા બાદર એકેન્દ્રિયનો જઘન્યયોગ અસંખ્યગુણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org