________________
૨૧૮
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૫૩-૫૪
(ગાથા-૯૬) અહીં યોગ એટલે આત્માના પ્રદેશોનું હલનચલન, આંદોલન, અસ્થિરતા. યોગ હોતે છતે જ કષાયો આવે છે. તેથી કાષાયિક અધ્યવસાયસ્થાનોના પ્રકરણમાં યોગનું અલ્પબદુત્વ સમજાવે છે. જે આ આત્મા છે. તે અસંખ્ય પ્રદેશોનું બનેલું એક અખંડ અને અનાદિ નિત્ય ધ્રુવ દ્રવ્ય છે. તેના પ્રદેશોની અસ્થિરતાને યોગ કહેવાય છે. આત્મપ્રદેશોની આ અસ્થિરતા મન, વચન અને કાયાના આલંબનથી (સહકારથી) થાય છે. તેથી મન દ્વારા જે અસ્થિરતા-ચંચળતા થાય તે મનોયોગ, વચન દ્વારા જે અસ્થિરતા થાય તે વચનયોગ અને કાયા દ્વારા જે અસ્થિરતા થાય તે કાયયોગ કહેવાય છે.
વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમથી (૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી) અને ક્ષયથી (૧૩મે, ૧૪) આત્મામાં જે શક્તિ પ્રગટ થાય છે. તેને લબ્ધિવીર્ય કહેવાય છે. આ લબ્ધિવીર્ય એ આત્મામાં સહજભાવે રહેલી અને કર્મોના ક્ષયોપશમ અથવા ક્ષયથી આવિર્ભત થયેલી શક્તિવિશેષ છે. તે આત્માનો ગુણ છે. તેથી તે કર્મબંધનું કારણ બનતી નથી. પરંતુ તે લબ્ધિવીર્ય જ્યારે મન, વચન અને કાયા દ્વારા વપરાતું થાય છે. અને તેના દ્વારા આત્મપ્રદેશો ચલિત (ચંચળ-અસ્થિર) થાય છે ત્યારે તેને કરણવીર્ય કહેવાય છે. આ કરણવીર્ય કર્મબંધનો હેતુ બને છે.
વર્યાન્તરાયના ક્ષયોપશમથી અથવા ક્ષયથી પ્રગટ થયેલું લબ્ધિવીર્ય આત્માના સર્વ પ્રદેશોમાં એકસરખું સમાન હોય છે. પરંતુ કાયાદિના સહયોગથી વપરાતું કરણવીર્ય સર્વપ્રદેશોમાં સમાન હોતું નથી. પરંતુ વિષમ=હીનાધિક હોય છે. તેનાં બે કારણો છે. (૧) કાર્યની નિકટતા અને દૂરતા, (૨) સર્વ આત્મપ્રદેશોનો સાંકળના અંકોડાઓની જેમ પરસ્પર સંબંધ વિશેષ. ઘડો ઉપાડવાનું કામ કરતી વખતે આંગળીઓના ભાગમાં ઘડો ઉપાડવાનું કાર્ય અતિશય નિકટ છે. માટે વધારે કરણવીર્ય હોય છે. તેનાથી કોણીના ભાગમાં, ખભાના ભાગમાં અને છાતીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org