SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ પાંચમો કર્મગ્રંથ ગાથા : પ૩-૫૪ પ્રશ્ન- અતિશય તીવ્ર કષાયો જ્યારે હોય ત્યારે તો પાપપ્રકૃતિઓ જ બંધાય. પુષ્યપ્રકૃતિઓ બંધાય જ નહીં તો તેનો જઘન્યરસ બંધાય એમ કહેવાનો અર્થ શું ? એવી જ રીતે અતિશય મંદતમ કષાયો (વિશુદ્ધિ) હોય ત્યારે પુણ્ય પ્રકૃતિઓ જ બંધાય, પાપપ્રકૃતિઓ બંધાય જ નહીં, તેથી તેના જઘન્ય રસબંધનું વિધાન શું મિથ્યા નહીં થાય ? ઉત્તર- ઘણા તીવ્ર કષાયો વર્તતા હોય ત્યારે પણ કેટલીક પુણ્યપ્રકૃતિઓ અમુકગતિ પ્રાયોગ્ય બંધ હોવાના કારણે બંધાય જ છે. જેમ કે સાતમી નરકપ્રાયોગ્ય બંધ જ્યારે થતો હોય, ત્યારે પણ પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયશરીર, વૈક્રિય અંગોપાંગ, અગુરુલઘુ, નિર્માણ, પરાઘાત, ઉચ્છવાસ આદિ કેટલીક પુણ્યપ્રકૃતિઓ બંધાય જ છે. પરંતુ તે પ્રકૃતિઓ અલ્પ રસવાળી બંધાય છે. તેવી રીતે નવમા-દસમા ગુણસ્થાનકે કષાયો ઘણા જ મંદ, મંદતર, મંદતમ (અતિશય વિશુદ્ધ) હોવા છતાં પણ જ્ઞાનાવરણીયાદિ પાપપ્રકૃતિઓ ધ્રુવબંધી હોવાથી અવશ્ય બંધાય જ છે. પરંતુ તે કાળે તે પ્રકૃતિઓનો રસ મંદ બંધાય છે. આ પ્રમાણે સ્થિતિબંધ અને રસબંધના હેતુભૂત કાષાયિક અધ્યવસાયસ્થાનોની અને તજ્જન્યસ્થિતિની શુભાશુભતા સમજાવી. પર! આવા પ્રકારના તીવ્ર કષાયો પ્રાય: મન, વચન અને કાયાની ચેષ્ટા રૂપ યોગની અધિકતામાં અધિક સંભવી શકે છે. તેથી આ પ્રસંગે યોગનું અલ્પબદુત્વ પણ સમજાવે છે. सुहमनिगोयाइखणऽप्पजोग बायर य विगलअमणमणा । अपज लहु पढमदुगुरू, पज हस्सियरो असंखगुणो ॥५३॥ असमत्ततसुक्कोसो, पज जहन्नियरु एव ठिइठाणा । अपजेयर संखगुणा, परमपजबीए असंखगुणा ॥५४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001090
Book TitleKarmagrantha Part 5 Shataka Nama
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages512
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy