________________
૨૦૮
પાંચમો કર્મગ્રંથ
ગાથા : પર
એવી (જધન્ય) સ્થિતિ, વિનોદિમો = વિશુદ્ધિથી, પુ = વળી, પુખ્ત = મુકીને, ર3 મતિરિયાણં મનુષ્ય, તિર્યંચ અને દેવાયુષ્યને // પર |
ગાથાર્થ = સર્વે પણ કર્મપ્રકૃતિઓની ઉત્કૃષ્ટસ્થિતિ અશુભ છે. કારણ કે તે અતિશય સંક્લિષ્ટતાથી બંધાય છે અને ઈતર એટલે જઘન્ય સ્થિતિ શુભ છે. કારણ કે તે વિશુદ્ધિથી બંધાય છે. મનુષ્ય, દેવ અને તિર્યંચના આયુષ્યને મુકીને ઉપરોક્ત નિયમ જાણવો. | પ૨ //
વિવેચન= દેવ, મનુષ્ય અને તિર્યંચ આ ત્રણ આયુષ્યકર્મને મુકીને શેષ સર્વે પણ કર્મપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ છે. કારણ કે તે સ્થિતિ તીવ્ર સંક્લેશ વડે બંધાય છે. અને જઘન્ય સ્થિતિ શુભ છે. કારણ કે જઘન્યસ્થિતિ (મંદ-મંદતર સંક્લેશ વડે એટલે કે) વિશુદ્ધિ વડે બંધાય છે. - જ્ઞાનાવરણીય આદિ સર્વે કર્મોની જે જઘન્યસ્થિતિ અન્તર્મુહૂર્ત આદિ પ્રમાણવાળી બંધાય છે. તે પહેલું સ્થિતિસ્થાન કહેવાય છે. સમયાધિક અંતર્મુહૂર્તની જે સ્થિતિ બંધાય છે. તે બીજું સ્થિતિસ્થાન. બે સમયાધિક, ત્રણ સમયાધિક, ચાર સમયાધિક અંતર્મુહૂર્તની જે સ્થિતિ બંધાય છે તે અનુક્રમે ત્રીજું, ચોથું અને પાંચમું સ્થિતિસ્થાન કહેવાય છે. એમ ૩૦ કોડાકોડી સાગરોપમ આદિ પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી સમજવું. એક અંતર્મુહૂર્ત ન્યૂન એવા ૩૦ કોડાકોડી સાગરોપમના જેટલા સમય થાય તેટલાં સ્થિતિસ્થાનો જ્ઞાનાવરણીય કર્મનાં સામાન્યથી થાય છે. એમ બીજા કર્મોમાં પણ સ્વયં સમજી લેવું. અસત્કલ્પનાએ અંતર્મુહૂર્ત એટલે ધારો કે ૨૫ સમય, અને ૩૦ કોડાકોડી સાગરોપમ એટલે ૩ હજાર વર્ષ આવી કલ્પના કરીએ તો જ્ઞાનાવરણીય કર્મનાં સ્થિતિસ્થાનો ૩૦૦૦ વર્ષના સમયોની સંખ્યામાં ૨૫ ન્યૂન કરીએ તેટલી સંખ્યા પ્રમાણ છે એમ કલ્પના માત્રથી જાણવું.
તેમાંથી એક એક સ્થિતિસ્થાન ભિન્ન ભિન્ન જીવો વડે, ભિન્ન ભિન્ન અધ્યવસાય વડે એક જ કાળે બાંધી શકાય છે. અથવા એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org