________________
ગાથા : ૫૧
પાંચમો કર્મગ્રંથ
૨૦૩
(૧૨) બેઈન્દ્રિય અપર્યાપ્તનો ઉત્કૃષ્ટબંધ વિશેષાધિક. (૧૩) બેઈન્દ્રિય પર્યાપ્તનો ઉત્કૃષ્ટબંધ વિશેષાધિક. (૧૪) તેઈન્દ્રિય પર્યાપ્તનો જઘન્યબંધ વિશેષાધિક. (૧૫) તેઈન્દ્રિય અપર્યાપ્તનો જઘન્યબંધ વિશેષાધિકા (૧૬) તેઈન્દ્રિય અપર્યાપ્તનો ઉત્કૃષ્ટબંધ વિશેષાધિક. (૧૭) તેઈન્દ્રિય પર્યાપ્તનો ઉત્કૃષ્ટબંધ વિશેષાધિક. (૧૮) ચઉરિન્દ્રિય પર્યાપ્તનો જઘન્યબંધ વિશેષાધિક. (૧૯) ચઉરિન્દ્રિય અપર્યાપ્તનો જઘન્યબંધ વિશેષાધિકા (૨૦) ચઉરિન્દ્રિય અપર્યાપ્તનો ઉત્કૃષ્ટબંધ વિશેષાધિકા (૨૧) ચઉરિન્દ્રિય પર્યાપ્તનો ઉત્કૃષ્ટબંધ વિશેષાધિક. (૨૨) અસંજ્ઞી પં. પર્યાપ્તાનો જઘન્યબંધ સંખ્યાતગુણ (૨૩) અસંજ્ઞી પં. અપર્યાપ્તાનો જઘન્યબંધ વિશેષાધિક. (૨૪) અસંજ્ઞી પં. અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટબંધ વિશેષાધિક. (૨૫) અસંજ્ઞી પં. પર્યાપ્તાનો ઉત્કૃષ્ટબંધ વિશેષાધિક.
આ પ્રમાણે ૯+૧૬ = કુલ ૨૫ બોલનું અલ્પબદુત્ત્વ સમજાવ્યું. તેમાં એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોના સ્થિતિબંધની તરતમતા જણાવી. હવે સંજ્ઞી પંચેન્દ્રિય બાકી રહ્યા. તે સંજ્ઞી પંચેન્દ્રિયમાં માત્ર ૯મા ૧૦મા ગુણઠાણાવાળા મુનિનો જઘન્ય સ્થિતિબંધ પ્રથમબોલમાં આવી ગયો છે. તે સિવાય પહેલા ગુણઠાણાથી સાતમા - આઠમા ગુણઠાણા સુધીના સંજ્ઞી પંચેન્દ્રિયનો જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહેવાનો બાકી રહે છે. તે હવે ૫૧ મી ગાથામાં જણાવાશે. • ૫૦ ||
तो जइजिट्ठो बन्धो संखगुणो देसविरय हस्सियरो । सम्मचउ सन्निचउरो, ठिइबंधाणुकमसंखगुणा ।। ५१ ।। (ततो यतिज्येष्ठो बन्धस्संख्यातगुणो देशविरतस्य हूस्वेतरः । सम्यग्दृष्टेश्चत्वारस्संज्ञिनांचत्वारस्स्थितिबन्धाअनुक्रमेणसंख्यातगुणाः ।।५१ ।।)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org