________________
૨૦૨
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૧૦
પ્રબ - બેઈન્દ્રિયના અંતિમ બોલથી ઈન્દ્રિયનો પ્રથમ બોલ પણ સંખ્યાતગુણ જ કહેવો જોઈએ. કારણ કે બેઈન્દ્રિયનો બંધ ૨૫ ગુણો છે અને તે ઈન્દ્રિયનો બંધ ૫૦ ગુણો છે. તે પણ સારી રીતે દ્વિગુણ તો થાય જ છે. માટે સંખ્યાતગુણ કેમ ન કહ્યો ? એવી જ રીતે તેઈન્દ્રિયનો બંધ ૫૦ ગુણો અને ચઉરિન્દ્રિયનો બંધ ૧૦૦ ગુણો છે તે પણ દ્વિગુણ થાય જ છે. તેથી ચઉરિન્દ્રિયનો પણ પ્રથમ બોલ સંખ્યાતગુણ કહેવો જોઈએ. તો શા માટે બેઈન્દ્રિય અને અસંજ્ઞીના જ પ્રથમ બોલમાં સંખ્યાતગુણ કહો છો અને તેઈન્દ્રિય તથા ચઉરિન્દ્રિયના પ્રથમ બોલમાં સંખ્યાતગુણ કહેતા નથી પણ વિશેષાધિક કહો છો.
ઉત્તર - ૨૫-૫૦-૧૦૦-૧૦૦૦ ગુણો બંધ હોવાથી ૫૦ અને 100 વડે ગુણાયેલો તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયનો બંધ પણ ઉપલકદષ્ટિએ દ્વિગુણ લાગે. પરંતુ બેઈન્દ્રિયનો છેલ્લો બોલ પરિપૂર્ણ ૨૫ ગુણો છે. અને તેઈન્દ્રિયનો પહેલો બોલ જે પર્યાપ્તાનો જઘન્યસ્થિતિબંધ છે તે ૫૦ ગુણો કરીને તેમાં પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન કરવાનો કહ્યો છે. આટલો ન્યૂન બંધ થવાથી પરિપૂર્ણ દ્વિગુણ થતો નથી. એવી જ રીતે તે ઈન્દ્રિયનો ૫૦ ગુણો અને ચઉરિન્દ્રિયનો ૧૦૦ ગુણો બંધ હોવાથી ઉપલકદ્રષ્ટિએ દ્વિગુણ જણાય છે. પરંતુ ૧૦૦ ગુણા વાળા પહેલા બોલમાં પલ્યોપમનો સંખ્યાતમો ભાગ હીન કરવાનો હોવાથી પરિપૂર્ણ દ્વિગુણ થતો નથી. અને એકેન્દ્રિય કરતાં બેઈન્દ્રિયના પહેલાં જ બોલમાં ૨૫ ગુણો બંધ છે. તથા ચઉરિન્દ્રિયના બંધ કરતાં અસંજ્ઞીમાં થતો બંધ ૧૦ ગુણો બંધ છે. માટે ત્યાં પલ્યોપમનો સંખ્યાતમો ભાગ હીન કરો તો પણ અત્તે ૨૪ ગુણાથી અધિકતા સ્વરૂપ અને બીજામાં નવ ગુણાથી અધિકતા સ્વરૂપ સંખ્યાતગુણતા ટકી રહે છે. તેથી બે જ બોલમાં સંખ્યાતગુણો બંધ કહ્યો છે. અલ્પબદુત્વ આ પ્રમાણે જાણવું.
(૧૦) બેઈન્દ્રિય પર્યાપ્તનો જઘન્યસ્થિતિબંધ સંખ્યાતગુણ. (૧૧) બેઈન્દ્રિય અપર્યાપ્તનો જઘન્યબંધ વિશેષાધિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org