________________
ગાથા : ૫૦
પાંચમો કર્મગ્રંથ
૧૯૯
અને પર્યાપ્ત કરતાં અલ્પ બંધાય છે. પરંતુ આ ઉત્કૃષ્ટબંધ હોવાથી જઘન્યબંધ કરતાં તો વધારે જ બંધાય છે. એટલે ૩૦૦૦ – ૩૦ = ૨૯૭૦ જેટલો બંધ થાય છે.
(૭) સૂક્ષ્મ અપર્યાપ્તના ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરતાં બાદર અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે. કલ્પનાથી ૩૦OO - ૨૦ = ૨૯૮૦ વર્ષ પ્રમાણ.
(૮) બાદર અપર્યાપ્તાના ઉત્કૃષ્ટબંધ કરતાં સૂક્ષ્મપર્યાપ્તાનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ વિશેષાધિક છે. કલ્પનાથી ૩૦૦૦ – ૧૦=૨૯૯૦ વર્ષ પ્રમાણ.
(૯) સૂક્ષ્મ પર્યાપ્તાના ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરતાં બાદર પર્યાપ્તાનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ વિશેષાધિક છે. કલ્પનાથી પરિપૂર્ણ ૩000 વર્ષ પ્રમાણ આ બંધ થાય છે. આ રીતે આ ૯ બોલનું અલ્પબદુત્વ કહ્યું. સૂક્ષ્મ કરતાં બાદરમાં, અને અપર્યાપ્તા કરતાં પર્યાપ્તામાં વિશુદ્ધિ પણ વધારે હોય છે અને સંક્લિષ્ટતા પણ વધારે હોય છે તેમાં કારણ પ્રગટ ચેતનાની અધિકતા જાણવી. અલ્પચેતનાવાળો સારું કામ કરવામાં કે ખોટું કામ કરવામાં મહાસાહસ કરી શક્તો નથી. જેમ ૨ વર્ષનો બાળક અને ૩૨ વર્ષનો યુવાન. તેમ અહીં સમજવું. ૯ બોલમાં છેલ્લા આઠે બોલીમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ નાનો-મોટો થાય છે. જેથી જઘન્યસ્થિતિ જાણવી હોય ત્યારે સાતીયા ત્રણ ભાગમાં જે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન કરીએ છીએ તે મોટો લેવો. પછી નાનો નાનો કરવો છેલ્લે વધુમાં વધુ પરિપૂર્ણ સાતીયા ત્રણ ભાગ જેટલી જ સ્થિતિ એકેન્દ્રિયમાં બંધાય છે. આ ઉદાહરણ જ્ઞાનાવરણીયને આશ્રયી સમજાવ્યું છે તે પ્રમાણે બીજા કર્મોમાં જાણી લેવું. ચિત્ર ગાથા ૫૧ માં આગળ ઉપર આપીશું | ૪૯
लहुबिय पज्जअपज्जे अपज्जेयर बिय गुरू हिगो एवं । ति चउ असन्निसु नवरं, संखगुणो बियअमणपज्जे ॥५०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org