________________
પાંચમો કર્મગ્રંથ
કે નરકમાં જતા નથી. જ્યાં જ્યાં ચેતના વધારે ખુલ્લી હોય ત્યાં ત્યાં વિશુદ્ધિ પણ વધારે હોઈ શકે અને સંક્લિષ્ટતા પણ વધારે હોઈ શકે. એટલે બાદ૨માં જઘન્ય બંધ જેટલો થાય તેટલો સૂક્ષ્મમાં ન થાય. જેમ કે સાતીયા ત્રણ ભાગને ૩૦૦૦ વર્ષ કલ્પીએ, અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જે ન્યૂન કરવાનો છે તે ૧૦૦ વર્ષ કલ્પીએ તો બાદરમાં ૩૦૦૦ - ૧૦૦= ૨૯૦૦ જેટલો જઘન્યસ્થિતિ બંધ થાય. અને સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્તામાં વિશુદ્ધિ ઓછી હોવાથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જે ઓછો કરવાનો છે તે ૧૦૦ ને બદલે ૯૦ જેવડો લેવો. જેથી ૩૦૦૦ – (૯૦ = ૨૯૧૦ જેટલી જધન્યસ્થિતિ બાંધે છે. તેથી બા.પ. કરતાં સૂ.૫. નો જઘન્ય સ્થિતિબંધ અધિક છે.
૧૯૮
(૪) સૂક્ષ્મ પર્યાપ્ત એકેન્દ્રિયના જઘન્યબંધ કરતાં બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયનો જઘન્ય સ્થિતિબંધ વધારે જાણવો. કારણ કે પર્યાપ્ત કરતાં અપર્યાપ્તજીવોમાં વિશુદ્ધિ ન્યૂન છે. અહીં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ નાનો-નાનો લેવો જેથી ૮૦ વર્ષનો ગણવો. ૩૦૦૦ = ૮૦=૨૯૨૦ જેટલી જઘન્ય સ્થિતિ બાંધે. સર્વત્ર આ દૃષ્ટાંત કલ્પના રૂપે જ સમજાવેલ છે. વાસ્તવિક સ્વરૂપે ન સમજી લેવું. કારણ કે આ તમામ બોલોમાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણાં ગાથા-૫૪ માં કહેવાનાં છે તેથી ૧૦-૨૦-૩૦ વગેરે અંકો કલ્પના માત્રથી જાણવા.
ગાથા : ૪૯
(૫) બાદર અપર્યાપ્તના જઘન્ય સ્થિતિબંધ કરતાં સૂક્ષ્મ અપર્યાપ્તનો જઘન્યબંધ વધારે જાણવો. વિશુદ્ધિની અલ્પતા એ જ તેમાં કારણ સમજવું. અહીં ૩૦૦૦ - ૭૦=૨૯૩૦ જેટલો સ્થિતિબંધ સમજવો.
(૬) સૂક્ષ્મ અપર્યાપ્તના જઘન્યસ્થિતિબંધ કરતાં સૂક્ષ્મ અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વધારે છે ઉત્કૃષ્ટસ્થિતિબંધ સંક્લિષ્ટતાથી થાય છે. બાદર જીવો અને પર્યાપ્ત જીવો કરતાં આ સૂક્ષ્મ અને અપર્યાપ્ત જીવોમાં સંક્લિષ્ટતા ઘણી અલ્પ હોય છે એટલે ઉત્કૃષ્ટબંધ પણ બાદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org