________________
પાંચમો કર્મગ્રંથ
ઉત્તર પ્રશ્ન સાચો છે સાસ્વાદનાદિક પામી ચૂકેલા જીવોને ૭૦ કોડાકોડી વગેરે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે. પરંતુ સમ્યક્ત્વાદિ ત્યજીને-પડીને મિથ્યાત્વે આવ્યા હોય તેવા જીવોને તે બંધ થાય છે. સાસ્વાદનાદિમાં વર્તતા જીવને નહીં. અહીં મિથ્યાત્વે ન આવેલા એવા અર્થાત્ સાસ્વાદનથી અપૂર્વકરણમાં રહેલા (વર્તતા) એવા જીવોને આશ્રયી અધિકબંધનો નિષેધ કર્યો છે. તેથી કોઈ દોષ નથી.
ગાથા : ૪૮
પ્રશ્ન बंधेण न वोलइ कयाई મિથ્યાત્વે આવેલા જીવો પણ જે એકવાર સમ્યક્ત્વ પામ્યા છે. અને પડીને પુનઃ મિથ્યાત્વે આવ્યા છે. તે જીવો પૂર્વે અંતઃકોડાકોડી સાગરોપમનો જે સ્થિતિબંધ કરતા હતા તેનું કદાપિ ઉલ્લંઘન કરતા નથી. આ પ્રમાણે મિથ્યાત્વે પણ અધિકબંધનો નિષેધ આવશ્યકાદિમાં છે. તો અહીં સાસ્વાદનથી જ કેમ કહો છો ?
=
ઉત્તર તે સિદ્ધાન્તકારનો મત છે. સિદ્ધાન્તકારના મતે ભિન્નગ્રન્થિક થઈને સમ્યક્ત્વ પામીને મિથ્યાત્વે આવેલા જીવો અંતઃકોડાકોડી સાગરોપમથી વધારે સ્થિતિ બાંધતા નથી. પરંતુ કાર્યગ્રન્થિક મત પ્રમાણે ભિન્નગ્રન્થિક જીવો સમ્યક્ત્વથી પડીને મિથ્યાત્વે આવે ત્યારે અંતઃકોડાકોડી સાગરોપમથી અધિક યાવત્ ૨૦-૩૦-૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ પણ સ્થિતિ બાંધે છે. ફક્ત તે બંધાતી સ્થિતિ તીવ્ર અનુભાગયુક્ત (ચીકણા રસબંધવાળી) હોતી નથી. એમ કર્મગ્રંથકારો માને છે.
–
Jain Education International
૧૯૩
પ્રશ્ન-સાસ્વાદનથી અપૂર્વકરણમાં અંતઃકોડાકોડી સાગરોપમથી અધિક બંધ ભલે ન હો. પરંતુ અંતઃકોડાકોડીસાગરોપમથી હીન બંધ થાય કે નહીં?
ઉત્તર = બન્યો ન હૈં હીળો હીન બંધ પણ થતો નથી. એટલે કે સાસ્વાદનથી અપૂર્વકરણમાં અંતઃકોડાકોડી સાગરોપમથી અધિક કે હીન બંધ થતો નથી. વધારેમાં વધારે પણ અંતઃકોડાકોડી અને ઓછામાં ઓછો પણ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ જ બંધ થાય છે. અંતર્મુહૂર્તની જેમ અંતઃકોડાકોડીના અગણિત ભેદો છે.
=
For Private & Personal Use Only
www.jainelibrary.org