________________
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૪૮
साणाइअपुव्वंते अयरंतो कोडिकोडीओ न हिगो । बंधो न हु हीणो न य, मिच्छे भव्वियरसन्निमि ।। ४८ ।। (सास्वादनाद्यपूर्वान्ते अतरान्तः कोटीकोटीतो नाधिकः । बन्धो नैव हीनो न च मिथ्यात्वे भव्येतरसंज्ञिनि ।। ४८ ।।
૧૯૨
-
=
શબ્દાર્થ :- સાળાસપુર્વાંતે = સાસ્વાદનથી અપૂર્વકરણ સુધીના ગુણસ્થાનકોમાં, અયર = સાગરોપમ, સંતોનો ડિજોડીઓ = અંતઃકોડાકોડીથી, ન દ્દિો-અધિકબંધ નથી, બંધો ન હું હીળો ન્યૂન બંધ પણ નથી જ. 7 મિચ્છે મિથ્યાત્વે પણ ન્યૂન બંધ નથી ४. भव्वियरसन्निमि = ભવ્ય અને અભવ્ય એવા સંન્નિમાં ॥ ૪૮ ॥
તથા
ગાથાર્થ સાસ્વાદનથી અપૂર્વક૨ણમાં વર્તતા જીવો અંતઃકોડાકોડી સાગરોપમથી અધિક બંધ કરતા નથી. તથા હીન બંધ પણ કરતા નથી. વળી ભવ્ય અથવા અભવ્ય એવા સંજ્ઞીપંચેન્દ્રિય જીવો મિથ્યાત્વે હીન બંધ કરતા નથી. || ૪૮ ||
=
=
Jain Education International
=
વિવેચન સાસ્વાદન ગુણસ્થાનકથી અપૂર્વકરણ ગુણસ્થાનક સુધીનાં ગુણસ્થાનકોમાં વર્તતા સર્વે જીવો મિથ્યાત્વના ઉદય વિનાના હોવાથી અંતઃકોડાકોડી સાગરોપમથી વધારે સ્થિતિ બાંધતા નથી. એક ક્રોડને એક ક્રોડે ગુણવાથી ૧૦૦૦૦૦૦૦x૧૦૦૦૦૦૦૦=જે આવે તે ૧૦૦૦૦૦૦૦૦૦00000 આટલા સાગરોપમને ૧ કોડાકોડી સાગરોપમ કહેવાય છે. તેમાં કંઈક ન્યૂન તે અંતઃકોડાકોડી સાગરોપમ જાણવું. આનાથી વધારે સ્થિતિબંધ બીજાથી આઠમા ગુણસ્થાનક સુધી થતો
નથી.
=
પ્રશ્ન = સાસ્વાદનાદિ ગુણસ્થાનકો પામી ચૂકેલા જીવોને પણ ૭૦ કોડાકોડી સાગરોપમ વગેરે પ્રમાણવાળો સ્થિતિબંધ થાય છે એવું કમ્મપયડી અને પંચસંગ્રહાદિમાં કહ્યું છે. તો અહીં એમ કેમ કહેવાય છે કે સાસ્વાદનાદિ પામેલાને અધિકબંધ થતો નથી ?
For Private & Personal Use Only
www.jainelibrary.org