________________
પાંચમો કર્મગ્રંથ
જ અજધન્યબંધને ચાર પ્રકારે કેમ કહ્યો ? બાકીની સાત પ્રકૃતિના અજઘન્યબંધને પણ આ ૧૮ની જેમ જ સાદિ- અનાદિ- ધ્રુવ - અવ કહેવો જોઈએ તે કેમ ન ગણાવ્યો ?
૧૯૦
ઉત્તર - તે સાત પ્રકૃતિઓ અવબંધી હોવાથી અનાદિકાળથી બંધાતી જ નથી. આ કારણથી તે પ્રકૃતિઓ સદા બંધાય જ એવો નિયમ નથી. તેથી તેમાં અનાદિ અને ધ્રુવ ભાંગા ઘટતા નથી.
ગાથા : ૪૭
બાકીની ૧૦૨ પ્રકૃતિઓના જઘન્યાદિ ચારે ભાંગા સાદિ-અધ્રુવ એમ બે જ પ્રકારે છે. ૧૦૨ પ્રકૃતિના ૪×૨= આઠ આઠ ભાંગા થાય છે. ત્યાં નિદ્રાપંચક, મિથ્યાત્વમોહનીય, પ્રથમ બાર કષાય, ભય, જુગુપ્સા, તૈજસ, કાર્પણ, વર્ણાદિ, ચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત અને નિર્માણ એમ ૨૯ ધ્રુવબંધી છે. અને બાકીની ૭૩ અધ્રુવબંધી છે જે ૨૯ ધ્રુવબંધી છે તે અનાદિકાળથી બંધાય છે અને અભયને અનંત કાળ પણ બંધાશે. પરંતુ સાસ્વાદનથી અપૂર્વકરણ સુધીમાં સંશી પંચેન્દ્રિય જે જીવ છે, તે જઘન્યથી પણ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ કરે છે. તેના કરતાં બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો સર્વવિશુદ્ધ થયા છતા મિથ્યાત્વી છે. તો પણ ભવપ્રત્યયિક જ સાતીયા ત્રણ ભાગ આદિ પ્રમાણવાળી જઘન્ય સ્થિતિ બાંધે છે. તેથી અનાદિ અને ધ્રુવના ભાંગા ઘટતા નથી. કારણ કે જ્યારે સર્વવિશુદ્ધ બાદર પર્યાપ્ત એકેન્દ્રિય થાય ત્યારે પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સાતીયા ત્રણ ભાગ આદિ પ્રમાણવાળો જઘન્યસ્થિતિબંધ કરે તે કાળે જઘન્યસ્થિતિ બંધની સાદિ, અંતર્મુહૂર્ત બાદ સંક્લિષ્ટ પરિણામવાળો થયો છતો તે જ જીવ વધારે સ્થિતિ બાંધે એટલે અજઘન્યની સાદિ અને જઘન્ય અવ થાય છે. ત્યારબાદ તે જ ભવમાં કાળાન્તરે અથવા ભવાન્તરોમાં જ્યારે ફરીથી સર્વવિશુદ્ધિયુક્ત એવી બાદર પર્યાપ્ત એકેન્દ્રિયાવસ્થા પામે અને જઘન્યસ્થિતિબંધ કરે ત્યારે અજઘન્ય અધ્રુવ અને જઘન્યની સાદિ. આ પ્રમાણે જઘન્ય- અજઘન્ય સ્થિતિબંધ એકેન્દ્રિયના ભવમાં મિથ્યાત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org