________________
ગાથા : ૪૭
પાંચમો કર્મગ્રંથ
૧૮૯
વિવેચન = સંજવલન ચાર કષાય, જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય ચાર અને અંતરાય પાંચ એમ કુલ ૧૮ પ્રકૃતિઓનો જઘન્યસ્થિતિબંધ નવમે-દસમે ગુણસ્થાનકે ક્ષપકશ્રેણીમાં સ્વબંધવ્યવચ્છેદ સમયે બે માસ, એક માસ, પન્નર દિવસ અને અંતર્મુહૂર્ત પ્રમાણ બંધાય છે. આટલો જઘન્યસ્થિતિબંધ અહીં જ પ્રાપ્ત થાય છે. માટે તે સમયે જઘન્યબંધની સાદિ, અનંતર સમયે જઘન્યબંધ વ્યવચ્છેદ પામે ત્યારે જઘન્યબંધ અધ્રુવ. જે જીવો ઉપશમશ્રેણીમાં અગિયારમે ગુણસ્થાનકે ગયા છે. અને આ ૧૮ પ્રકૃતિના અબંધક થયા છે તે જીવો અગિયારમેથી પડીને દસમે-નવમે આવે ત્યારે ક્ષપકશ્રેણી કરતાં ચારગુણો બંધ શરૂ કરતા હોવાથી અજઘન્યબંધની સાદિ થાય છે. જે જીવો નવમું-દસમું અને અગિયારમું ગુણસ્થાનક પામ્યા જ નથી અને તેના કારણે જઘન્યબંધવાળી અવસ્થા કે અબંધકાવસ્થા પામ્યા જ નથી તે જીવોને આ ૧૮ પ્રકૃતિઓ ધ્રુવબંધી હોવાથી સદા અજઘન્યપણે બંધાય જ છે માટે અજઘન્ય અનાદિ. અભવ્યને કદાપિ નવમું-દસમું-અગિયારમું ગુણસ્થાનક આવવાનું જ નથી અને આ ૧૮ નો બંધ અટકવાની જ નથી માટે અજઘન્ય ધ્રુવ અને ભવ્યજીવો ભવિષ્યમાં ઉપર શ્રેણીમાં ચડશે ત્યારે નવમે-દસમે-અગિયારમે આ ૧૮નો બંધ વિરામ પામશે ત્યારે અજઘન્ય અધુવ એમ ૧૮ પ્રકૃતિઓનો અજઘન્યસ્થિતિબંધ ચાર પ્રકારે થાય છે. જઘન્યબંધ સાદિ-અધ્રુવ બે જ પ્રકારે થાય છે. અને ઉત્કૃષ્ટ- અનુત્કૃષ્ટબંધ મિથ્યાત્વે જ પ્રાપ્ત થતા હોવાથી મૂલકર્મોની જેમ જ સાદિ-અધ્રુવ છે. આ પ્રમાણે ૧૮ ઉત્તરપ્રકૃતિઓના ૧૦-૧૦ ભાંગા થવાથી ૧૮૦ ભાંગા થાય છે.
પ્રશ્ન = પૂર્વે ગાથા ૪૪ અને ૪પ માં જણાવ્યા પ્રમાણે ક્ષપકશ્રેણીમાં જ જેનો જઘન્યસ્થિતિબંધ પ્રાપ્ત થાય છે. એવી આહારકદ્વિક, જિનનામ, સંજવલન ચાર, પુરુષવેદ, સાતા, યશ, ઉચ્ચગોત્ર, નવ આવરણ અને પાંચ અંતરાય કુલ ૨૫ પ્રકૃતિઓ છે તેમાંથી ૧૮ ના
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org