________________
૧૮૬
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૪૬
ક્યારે પણ કર્યો નથી અને ક્ષપકશ્રેણીમાં બંધવ્યવચ્છેદ સમયે જ કરે છે, ત્યારે જઘન્યની સાદિ થાય છે અને બંધવ્યવચ્છેદ કરીને દસમે તથા બારમે ગુણસ્થાનકે તે જીવ જેવો જાય છે તેવો આ જઘન્ય સ્થિતિબંધનો અંત આવી જાય છે માટે અધ્રુવ છે. આ રીતે સાત મૂલકર્મોના જઘન્યસ્થિતિબંધની સ્વબંધવ્યવચ્છેદ સમયે સાદિ, અને તેના પછીના સમયે અધુવ એમ જઘન્યસ્થિતિબંધના બે ભાંગા જ ઘટે છે.
હવે આ ૭ મૂલકર્મોના ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ બંધ સાદિ, અધ્રુવ છે. તે સમજાવે છે. સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત જીવ સર્વોત્કૃષ્ટસંક્લિષ્ટ જ્યારે બને છે, ત્યારે મિથ્યાત્વ ગુણસ્થાનકે આ સાત કર્મોની ૩૦૨૦-૭૦ કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ બાંધે છે. આવા પ્રકારનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ અંતર્મુહૂર્ત માત્ર ચાલે છે. જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ શરૂ કર્યો ત્યારે તેની (ઉત્કૃષ્ટસ્થિતિબંધની) સાદિ થઈ કહેવાય. અન્તર્મુહૂર્ત તે બંધ અટકે ત્યારે અધુવ કહેવાય. અને ઉત્કૃષ્ટસ્થિતિબંધથી અટકીને પણ કંઈ બંધવિચ્છેદ થઈ જતો નથી, પરંતુ અધ્યવસાયને અનુસાર ઉત્કૃષ્ટમાંથી અનુત્કૃષ્ટબંધ શરૂ કરે છે, ત્યારે અનુત્કૃષ્ટબંધની સાદિ થાય છે. શરૂ થયેલો અનુત્કૃષ્ટબંધ ઓછામાં ઓછો અંતર્મુહૂર્ત પણ ચાલે અને વધુમાં વધુ ઘણી ઉત્સર્પિણી અને અવસર્પિણી પણ ચાલે છે. કારણ કે જયાં સુધી ફરીથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધને યોગ્ય સર્વોત્કૃષ્ટસંક્લિષ્ટતા-વાળું સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તપણું ન આવે, ત્યાં સુધી અનુત્કૃષ્ટ જ સ્થિતિ બંધાવાની છે. તેથી અનુત્કૃષ્ટબંધ જ્યારે વિરામ પામે અને ઉત્કૃષ્ટબંધ ચાલુ કરે ત્યારે તે અનુત્કૃષ્ટબંધની અધ્રુવતા થાય છે. આ પ્રમાણે ૭ કર્મના ભાંગા સમજાવ્યા.
પ્રશ્ન : જેમ નવમું-દસમું ગુણસ્થાનક પામેલા જીવોને અજઘન્યબંધ સાદિ, ન પામેલા જીવોને અજઘન્યબંધ અનાદિ, અભવ્યને ધ્રુવ, અને ભવ્યને અધ્રુવ ઈત્યાદિ પ્રમાણે અજઘન્યબંધ ચાર પ્રકારે કહ્યો છે. તેમ આ અનુત્કૃષ્ટબંધ પણ અનાદિકાળથી જે જીવો નિગોદમાં જ છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org