________________
પાંચમો કર્મગ્રંથ
અબંધકાવસ્થા કે જઘન્ય સ્થિતિબંધવાળી અવસ્થા આવી જ નથી. અને સાત કર્મો પ્રતિસમયે અવશ્ય બંધાય જ છે. આ કારણથી અનાદિકાળથી જે કોઈ સતત બંધ થાય છે તે અજઘન્યબંધ જ કહેવાય છે આવા જીવોને આશ્રયી અજઘન્યબંધ અનાદિ છે.
ગાથા : ૪૬
(૩) અભવ્ય જીવો અનાદિકાળથી આ અજઘન્ય બંધ જ કરે છે. અને ભાવિમાં પણ ઉપશમશ્રેણી કે ક્ષપકશ્રેણી પામવાના જ નથી. તેથી આ બંધ કદાપિ અટકવાનો પણ નથી અને જઘન્ય પણ થવાનો નથી. પ્રથમ ગુણસ્થાનક હોવાથી અંતઃકોડાકોડી સાગરોપમથી પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જેટલો બંધ કરે છે. આ બંધ આદિ અને અંત વિનાનો હોવાથી સદાકાળ ચાલવાનો જ છે. તેથી અભવ્યને આશ્રયી અજઘન્ય ધ્રુવ કહેવાય છે.
૧૮૫
(૪) ભવ્ય જીવો અનાદિકાળથી આ અજધન્ય બંધ કરે છે. પરંતુ ભવ્ય હોવાથી ભાવિમાં ઉપશમ શ્રેણી કે ક્ષપકશ્રેણી પ્રારંભવાનો સંભવ છે. જ્યારે આ જીવ શ્રેણીમાં ચઢશે ત્યારે અબંધકાવસ્થા કે જધન્યસ્થિતિબંધાવસ્થા પામશે જ. તેથી અનાદિકાળથી બંધાતા આ અજઘન્યસ્થિતિબંધનો ત્યાં અવશ્ય અંત આવે છે. તેથી તેવા ભવ્ય જીવોને આશ્રયી આ અજઘન્ય અધ્રુવ કહેવાય છે.
આ પ્રમાણે આયુષ્ય વિના મૂલ સાતકર્મોનો અજઘન્યસ્થિતિબંધ સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે સમજાવ્યો. હવે આ જ સાતકર્મોના બાકીના જઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુષ્કૃષ્ટ સ્થિતિબંધ સાદિ અને અધ્રુવ એમ બે જ પ્રકારે હોય છે. તે સમજાવે છે. મૂલ સાત કર્મોનો જઘન્ય સ્થિતિબંધ ક્ષપકશ્રેણીમાં મોહનીયનો નવમે અને શેષનો દસમે પોતપોતાના બંધવ્યવચ્છેદના ચરમસમયે જ પ્રાપ્ત થાય છે. આવા પ્રકારનો અંતર્મુહૂર્ત, આઠ મુહૂર્ત, બાર મુહૂર્ત, આદિ પ્રમાણવાળો જઘન્યસ્થિતિબંધ અનાદિ એવા આ સંસારમાં તે જીવે ભૂતકાળમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org