________________
૧૭૮
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૪૫
ગાથા ૪૫ માં ૧૭+૬+૪=૨૭ પ્રકૃતિના એમ કુલ ૩૫ ના જઘન્યસ્થિતિબંધના સ્વામી કહ્યા. હવે બાકીની ૮પના સ્વામી કહે છે.
શેષ ૮૫ પ્રકૃતિના જઘન્યસ્થિતિબંધના સ્વામી બાદર પર્યાપ્ત એકેન્દ્રિય જીવો જાણવા. કારણ કે સંજ્ઞી પંચેન્દ્રિય જીવો જઘન્યથી પણ અંત:કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે છે. વિક્લેન્દ્રિય અને અસંશી જીવો એકેન્દ્રિય કરતાં ૨૫-૫૦-૧૦૦ અને ૧૦૦૦ ગુણી સ્થિતિ બાંધે છે. તેથી જઘન્યસ્થિતિબંધ એકેન્દ્રિયમાં જ મળી શકે છે. તથા જઘન્યસ્થિતિ અતિશય વિશુદ્ધિથી બંધાય છે. બાદર કરતાં સૂક્ષ્મમાં અને પર્યાપ્ત કરતાં અપર્યાપ્તમાં ચૈતન્યનો વિકાસ મંદ હોવાથી વધારે વિશુદ્ધિ કે વધારે સંક્લિષ્ટતા અસંભવિત છે. તેથી બાદર પર્યાપ્ત એકેન્દ્રિય જીવોને જઘન્યસ્થિતિબંધના સ્વામી કહ્યા છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિબંધ, તથા તેના સ્વામી, અને જઘન્ય, ઉત્કૃષ્ટ અબાધાકાળ વગેરે દ્વારા પૂર્ણ થયાં. ઉત્કૃષ્ટસ્થિતિબંધના સ્વામી અને જઘન્ય સ્થિતિબંધના સ્વામીનું સામાન્ય ચિત્ર આ પ્રમાણે છે. || ૪પ ||
ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામી ૧ જિનનામકર્મ
મિથ્યાત્વ અને નરકને અભિમુખ થયેલો બદ્ધ જિનનામકર્મ વાળો ક્ષાયોપથમિક સમ્યકત્વી જીવ. મિથ્યાત્વ પ્રાપ્તિના પૂર્વ સમયે
ગાથા-૪૨ ૨ આહારકદ્ધિક
[ પ્રમત્તાભિમુખ એવા અપ્રમત્તમુનિ.
ગાથા-૪૨ ૧ દેવાયુષ્ય
અપ્રમત્તાભિમુખ પ્રમત્તમુનિ (૩૩ સાગરોપમના આયુષ્યને બાંધનાર
પૂર્વ કોડ વર્ષાયુ, તૃતીય ભાગના ( પ્રથમ સમયવર્તી યુનિ. ગાથા-૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org