________________
૧૭૬
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૪૫
પ્રકૃતિઓ ૧ થી ૧૦ ગુણઠાણાઓમાં જ બંધાય છે. અને તે સર્વેમાં ક્ષપક એવા દશમા ગુણઠાણાના ચરમસમયે વર્તતા જીવો જ સર્વથી વિશુદ્ધ છે. અતિશય વિશુદ્ધિકાળે જ આ ૧૭ની જઘન્ય સ્થિતિ બંધાય છે. દશમા ગુણસ્થાનકથી ઉપર આ ૧૭ નો બંધ જ નથી. તેથી આ જ જીવો તેના જઘન્ય સ્થિતિબંધના સ્વામી કહેવાય છે. જો કે ૧૧૧૨-૧૩ મા ગુણઠાણે સાતવેદનીય કર્મનો યોગ પ્રત્યયિક ઈયપથિક બંધ છે. તો પણ અહીં સામ્પરાયિકબંધની જ વિવક્ષા કરેલી છે. ગાથા ૨૭ માં મુનું અસાતિરૂં કહેલું જ છે. તેથી ક્ષેપક સૂક્ષ્મસંપરાય ચરમસમયવર્તી જીવ આ ૧૭ના જઘન્યસ્થિતિબંધનો સ્વામી છે.
વૈક્રિય ષક (દેવદ્ધિક, નરકદ્ધિક અને વૈક્રિયદ્રિક) ના જઘન્ય સ્થિતિબંધનો સ્વામી અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચ જીવ જાણવો. કારણ કે ૪૮ મી ગાથામાં કહ્યા પ્રમાણે ચારે ગતિમાંના કોઈ પણ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો આયુષ્યકર્મ વિના બાકીનાં સર્વે કર્મોની સ્થિતિ જઘન્યથી પણ અંત:કોડાકોડી સાગરોપમ તો બાંધે જ છે. તેથી ઓછી બાંધતા નથી. જ્યારે અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ એકેન્દ્રિયના બંધથી ૧૦૦૦ ગણો બંધ કરે છે. તે સંજ્ઞીના બંધ કરતાં ઘણો ઓછો હોય છે. તેથી અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત સ્વામી જાણવા.
પ્રશ્ન- અસંજ્ઞી પંચેન્દ્રિય કરતાં એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય જીવો ઘણી ઓછી સ્થિતિ બાંધે છે. કારણ કે એકેન્દ્રિય જીવો તો ૭૦ કોડાકોડી વડે ભાગતાં જે આવે તે (ગુણાકાર વિનાની) સ્થિતિ જ બાંધે છે અને વિકસેન્દ્રિય ૨૫-૫૦-૧૦૦ ગુણી સ્થિતિ બાંધે છે. જ્યારે અસંજ્ઞી પંચેન્દ્રિય તો ૧૦૦૦ ગણી સ્થિતિ બાંધે છે. આ ગણિત જોતાં આ અસંજ્ઞી પંચેન્દ્રિય કરતાં પણ એકેન્દ્રિયાદિમાં જઘન્યસ્થિતિબંધ લભ્ય છે. તેને સ્વામી કેમ કહેતા નથી?
ઉત્તર - એકેન્દ્રિય, વિક્લેન્દ્રિયના જીવો મૃત્યુ પામીને પૃથ્વીકાયાદિ ૧૦ દંડકમાં જ જાય છે. અન્ય સ્થાનોમાં (દેવ-નારકીમાં)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org