________________
ગાથા : ૪૫
પાંચમો કર્મગ્રંથ
૧૭પ
સંજ્વલન ક્રોધ- માન-માયા અને લોભના જઘન્ય સ્થિતિબંધના સ્વામી જાણવા. તથા અપૂર્વકરણની જેમ પડૂગુણ હાનિ-વૃદ્ધિ ન હોવાથી તે તે ભાગના ચરમ સમયમાં વર્તતા જીવોને સમાનસ્થિતિ બંધાય છે. માટે એક સમયવર્તી જીવોમાં અધ્યવસાયની તરતમતા ન હોવાથી અનંતગુણ વિશુદ્ધિવાળા એ વિશેષણ અહીં ન લેવું. | ૪૪ || सायजसुच्चावरणा, विग्धं सुहुमो विउव्विछअसन्नी । सन्नी वि आउ बायर, पजेगिंदि उ सेसाणं ॥४५॥ (सातयशउच्चैरावरणविघ्नानि सूक्ष्मो वैक्रियषट्कमसंज्ञी । संश्यप्यायुर्बादरपर्याप्तैकेन्द्रियस्तु शेषाणाम् ॥४५॥)
શબ્દાર્થ - સાયનસુગ્રવિરવિર્ષ = સાતા, યશ, ઉચ્ચગોત્ર, આવરણ અને અંતરાય, સુમો = સૂક્ષ્મસંપરાય, વિવ્યિ છ = વૈક્રિયષક, સની = અસંજ્ઞી પંચેન્દ્રિય, સનવિ = સંજ્ઞી પણ, મારું = ચારે આયુષ્ય, વાયરપોરિ = બાદર પર્યાપ્તા એકેન્દ્રિય, ૩ = વળી, સેવા = બાકીની પ્રકૃતિઓના || ૪૫ //.
ગાથાર્થ = સાતા, યશ, ઉચ્ચગોત્ર, (૯) આવરણ, પાંચ અંતરાય એમ ૧૭ પ્રકૃતિઓના જઘન્યસ્થિતિબંધનો સ્વામી સૂક્ષ્મસંપરાય, વૈક્રિયષકનો અસંજ્ઞી પંચેન્દ્રિય, ચારે આયુષ્યકર્મોનો સંજ્ઞી પણ, અને બાકીની સર્વે પ્રકૃતિઓના જઘન્યસ્થિતિબંધનો સ્વામી બાદર પર્યાપ્ત એકેન્દ્રિય જીવ જાણવો. ૪૫ /
વિવેચન = સાતા વેદનીય, યશનામકર્મ, ઉચ્ચગોત્ર, પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય અને પાંચ અંતરાય આ ૧૭ પ્રકૃતિના જઘન્યસ્થિતિબંધ અનુક્રમે બાર મુહૂર્ત, આઠ મુહૂર્ત અને અંતર્મુહૂર્ત પ્રમાણ થાય છે. તે બંધનો સ્વામી સપક શ્રેણિસ્થ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના ચરમ સમયમાં વર્તતો જીવ જાણવો. કારણ કે આ સત્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org