________________
ગાથા : ૪૨
પાંચમો કર્મગ્રંથ
૧૬૧
આ પ્રમાણે આ કાળનું માપ સમજાવ્યું. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ નામનાં ૧૭-૧૮-૧૯-૨૦ નંબરનાં જે ચાર ધારો કહેવાની પ્રતિજ્ઞા પ્રથમ ગાથામાં કરેલી. તેમાં ૧૮મા સ્થિતિબંધદ્વારમાં મૂલ તથા ઉત્તર સર્વે પ્રકૃતિઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવી. તે પ્રસંગે જઘન્ય-ઉત્કૃષ્ટ અબાધા તથા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી બાંધે ? તે પણ સમજાવ્યું. હવે આવા પ્રકારનો જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કોણ કરે ? કયા ગુણસ્થાનકવાળા અને કેવા સંજોગોમાં વર્તતા જીવો કરે ? તે સ્થિતિબંધના સ્વામી નામનું ૨૨મું દ્વાર પણ આ જ પ્રસંગે સમજાવવા જેવું છે, માટે તે દ્વારા હવે કહેશે. ૪૦-૪૧
સ્થિતિબંધના સ્વામી-નિરૂપણ રૂપ ૨૨મા દ્વારનો અધિકાર
अविरयसम्मो तित्थं, आहारदुगामराउ य पमत्तो । मिच्छद्दिट्ठी बंधइ, जिट्ठट्टिई सेस पयडीणं ॥ ४२ ॥ (अविरतसम्यक्त्वस्तीर्थं, आहारकद्विकामरायुश्च प्रमत्तः । मिथ्यादृष्टि र्बध्नाति, ज्येष्ठस्थितिं शेषप्रकृतीनाम् ।। ४२ ।।)
શબ્દાર્થ - વિરમો = અવિરતસમ્યગ્દષ્ટિ, તિલ્થ = તીર્થકર નામકર્મને, મહારકુમાર/૩ ય = અને આહારકદ્ધિક તથા દેવાયુષ્યનો બંધ, પમ = પ્રમત્ત જીવ કરે છે, મિલિટ્ટ = મિથ્યાદષ્ટિ જીવ વંધ = બંધ કરે છે, નિદિડું = ઉત્કૃષ્ટસ્થિતિ, સેસપડી = બાકીની પ્રકૃતિઓની ૧૪૨
ગાથાર્થ :- અવિરત સમ્યગ્દષ્ટિ જીવ તીર્થંકર નામકર્મને, પ્રમત્ત મુનિ આહારકદ્ધિકને અને દેવાયુષ્યને ઉત્કૃષ્ટ સ્થિતિવાળુ બાંધે છે. અને બાકીની પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ મિથ્યાદષ્ટિ જીવ બાંધે છે. | ૪૨ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org