________________
ગાથા : ૪૦-૪૧
પાંચમો કર્મગ્રંથ
૧પ૯
એમ પૂર્વાચાર્યો કહે છે. તથા એક મુહૂર્તમાં ૬૫૫૩૬ ક્ષુલ્લકભવો થાય છે. અને એક ક્ષુલ્લક ભવમાં ૨૫૬ આવલિકાઓ થાય છે. | ૪૦-૪૧||
વિવેચન= મનુષ્ય-તિર્યંચનું આયુષ્ય જઘન્યથી પણ ક્ષુલ્લકભવ હોય છે. એમ કહ્યું છે. તેથી પ્રશ્ન થાય છે કે ક્ષુલ્લકભવ એટલે શું? તેનું માપ કેટલું ? તે જણાવવા માટે સમજાવે છે કે -
એક અહોરાતના (૨૪ કલાકના- એક રાત-દિવસના) ૩૦ મુહૂર્ત થાય છે. અને ૪૮ મિનિટનું એક મુહૂર્ત કહેવાય છે. આવા પ્રકારના ૧ મુહૂર્તમાં (૪૮ મિનિટમાં) ૩૭૭૩ શ્વાસોચ્છવાસ થાય છે. ૧ મુહૂર્તમાં (૪૮ મિનિટમાં) ૬૫૫૩૬ ક્ષુલ્લકભવ થાય છે. ૧ મુહૂર્તમાં (૪૮ મિનિટમાં) ૧૬૭૭૭૨૫૬ આવલિકાઓ થાય છે.
આ પ્રમાણે એક મુહૂર્તમાં (૪૮ મિનિટમાં) શ્વાસોચ્છવાસ, ક્ષુલ્લકભવ, અને આવલિકાઓ કહી. તેને અનુસાર એક શ્વાસોચ્છવાસમાં ક્ષુલ્લકભવ કેટલા ? અને એક શ્વાસમાં આવલિકાઓ કેટલી તે જાણવું હોય તો તે આ રીતે ભાગાકાર કરી લેવો. જેમકે -
૩૭૭૩ ]૬૫૫૩૬ ૧૭
| ૧૬૭૭૭૨ ૧૬ | ૪૪૪૬
૧પ૦૯૨ ૩૭૭૩
૧૬૮૫૨ ૨૭૮૦૬
૧૫૦૯૨ ૨૬૪૧૧
૧૭૬૦૧ ૧૩૯૫
૧૫૦૯૨ ૨૫૦૯૬ ૨૨૬૩૮
૨૪૫૮ એક શ્વાસમાં સત્તર ક્ષુલ્લકભવો સંપૂર્ણ એક શ્વાસમાં ૪૪૪૬ આવલિકાઓ સંપૂર્ણ અને અઢારમા ભુલકભવના ૩૭૭૩ અને ૪૪૪૭મી આવલિકાના ૩૭૭૩ ભાગ કરીએ તેવાં ૧૩૯૫ ભાગ. ભાગ કરીએ એવા ૨૪૫૮ ભાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org