________________
પાંચમો કર્મગ્રંથ
નોકષાયમોહનીય એમ ત્રણ વર્ગ ગણવા. નામકર્મમાં કોઈ કોઈ કર્મોની ૧૦૧૨-૧૨-૧૪-૧૫-૧૬-૧૭ણા-૧૮ અને ૨૦ કોડાકોડી જેટલી સ્થિતિ હોય છે. તો પણ વર્ગની ઉત્કૃષ્ટ સ્થિતિ લેવાની હોવાથી નામકર્મની સર્વે ઉત્તરપ્રકૃતિની ૨૦ કોડાકોડી ગણીને સીત્તેર વડે ભાગવા. ઉચ્ચ - નીચ ગોત્રની અનુક્રમે ૧૦-૨૦ કોડાકોડી છે. છતાં બન્નેની મૂલકર્મ પ્રમાણ ૨૦ સમજીને ૭૦ વડે ભાગવા. સાતા - અસાતાની અનુક્રમે ૧૫-૩૦ કોડાકોડી સાગ. છે. પરંતુ બન્નેનો વર્ગ એક માનીને ૩૦ કોડાકોડી સમજીને ૭૦ વડે ભાગવા.
ગાથા : ૩૬
મોહનીયમાં મિથ્યાત્વમોહનીયની ૭૦ કોડાકોડીને ૭૦ વડે ભાગવા. ૧૬ કષાયોમાં ૪૦ ને ૭૦ વડે ભાગવા. અને નોકષાયોમાં ૧૦-૧૫-૨૦ની સ્થિતિ હોવા છતાં ૧ વર્ગ સમજી ૨૦ કોડાકોડી ગણીને ૭૦ વડે ભાગવા. આ પ્રમાણે વર્ગની ઉત્કૃષ્ટસ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટસ્થિતિ વડે ભાગતાં જે આવે તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન કરીએ તેટલી જઘન્ય સ્થિતિ ઉત્તરપ્રકૃતિઓની જાણવી. એકેન્દ્રિય જીવો તેટલી જઘન્યસ્થિતિ બાંધે છે. પલ્યો.નો અસં. ભાગ ન્યૂન ન કરીએ તો તેટલી સ્થિતિ એકેન્દ્રિય જીવો ઉત્કૃષ્ટ બાંધે છે.
૧૪૭
કર્મગ્રંથકારનો અભિપ્રાય એવો છે કે વર્ગની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ન ભાગતાં પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગવી અને જે આવે તેમાંથી પલ્યો.નો અસં. ભાગ ઓછો કરવો. આ ત્રણે અભિપ્રાયોમાં કંઈક કંઈક પરસ્પર તફાવત છે. સારાંશ એવો છે કે કર્મગ્રંથકાર અને પંચસંગ્રહકાર સ્વકીય સ્થિતિને ભાગવાનું સમાનપણે માને છે પરંતુ પલ્યો.નો અસં. ભાગ ન્યૂન કરવાનું કર્મગ્રંથકાર સ્વીકારે છે. પંચસંગ્રહકાર સ્વીકારતા નથી. કર્મગ્રંથકાર અને કર્મપ્રકૃતિકા૨ પલ્યો.નો અસં. ભાગ ન્યૂન કરવાનું સમાનપણે માને છે. પરંતુ એક સ્વકીયસ્થિતિને ભાગવાનું અને બીજા વર્ગની સ્થિતિને ભાગવાનું સ્વીકારે છે. પંચસંગ્રહકાર અને કર્મપ્રકૃતિકાર એ બન્નેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org