________________
પાંચમો કર્મગ્રંથ
વિવેચન સંજ્વલન ક્રોધ, માન અને માયાની જઘન્યસ્થિતિબંધ અનુક્રમે બે માસ, એકમાસ અને પત્ત્તર દિવસની હોય છે. આ સ્થિતિ પોતપોતાના બંધ-વિચ્છેદકાળે ક્ષપકશ્રેણીમાં હોય છે. કારણ કે ઉપશમશ્રેણી કરતાં ક્ષપકશ્રેણીમાં જીવ ઘણો વિશુદ્ધ હોય છે. એટલે સંજ્વલનકષાયના ઉદયજન્ય મલીનતા મંદ-મંદતર હોય છે. તેવી મંદતમ મલીનતા વડે જઘન્ય સ્થિતિ થાય છે. આ કારણથી ક્ષપકશ્રેણી કરતાં ઉપશમશ્રેણીમાં દ્વિગુણ (ડબલ) અને ઉપશમશ્રેણી કરતાં ઉપશમ શ્રેણીથી પડનારાને દ્વિગુણ (ડબલ) સ્થિતિબંધ થાય છે. તેથી સં.ક્રોધની ક્ષપકશ્રેણીમાં નવમા ગુણસ્થાનકના બીજા ભાગના ચરમ સમયે જઘન્યસ્થિતિ જાણવી એવી જ રીતે સં.માનની ક્ષપકને નવમાના ત્રીજા ભાગના ચરમ સમયે, સં. માયાની ક્ષપકને નવમાના ચોથા ભાગના ચરમ સમયે જઘન્યસ્થિતિ જાણવી.
ગાથા : ૩૬
=
આ જ પ્રમાણે પુરુષવેદની જઘન્યસ્થિતિ ક્ષપકને નવમા ગુણસ્થાનકના પ્રથમ ભાગે જાણવી. અને તે આઠ વર્ષ પ્રમાણ હોય છે. આ પ્રમાણે ક્ષપકશ્રેણીમાં નવમે-દશમે બંધાતી ૨૨ પ્રકૃતિઓની
જઘન્યસ્થિતિ કહી.
-
सेसाण
બાકીની ૮૫ પ્રકૃતિઓની જન્યસ્થિતિ જણાવે છે. જો કે ૨૨ પ્રકૃતિઓની જધન્યસ્થિતિ હમણાં કહી છે. એટલે મેસ શબ્દથી ૯૮ આવવી જોઈએ પરંતુ આહારકદ્ધિક અને જિનનામની જધન્ય સ્થિતિ ઉત્કૃષ્ટસ્થિતિના પ્રસંગે કહી છે. ચાર આયુષ્ય અને વૈક્રિય ષટ્કની જઘન્યસ્થિતિ આગળ કહેવાની છે. તેથી ૨૨+૩+૪+૬ કુલ ૩૫ વિના બાકીની ૮૫ની અહીં જણાવે છે.
Jain Education International
૧૪૩
=
જ્ઞાનાવરણીય પાંચ અને દર્શનાવરણીય ચાર ઉપરોક્ત ૨૨માં આવી ગઈ છે એટલે ક્રમની અપેક્ષાએ નિદ્રાપંચક આદિ ૮૫ આવો ઉલ્લેખ કરાશે. નિદ્રાપંચક આદિ ૮૫ પ્રકૃતિઓની પોત પોતાની જે જે ઉત્કૃષ્ટસ્થિતિ છે. તેને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગતાં જે સ્થિતિ
For Private & Personal Use Only
www.jainelibrary.org