________________
ગાથા : ૩૫
પાંચમો કર્મગ્રંથ
૧૪૧
ભાગ વગેરેની સ્થિતિ બાંધે છે. (ગાથા-૩૭). તેથી પહેલા ગુણઠાણાથી આઠમાના છઠ્ઠા ભાગસુધી જે જે પ્રકૃતિઓ બંધાય છે. તેમાંથી ૮૫ની “જઘન્યસ્થિતિ” પંચેન્દ્રિયના ભવમાં મળતી નથી. પરંતુ એકેન્દ્રિયના ભવમાં મળે છે. અને જે પ્રકૃતિઓ આઠમા ગુણઠાણાના છઠ્ઠાભાગથી આગળ નવમે-દસમે ગુણઠાણે પણ બંધાય છે. ત્યાં અતિશય ઘણી વિશુદ્ધિ હોવાથી ૨૨ પ્રકૃતિઓની જઘન્યસ્થિતિનો બંધ ત્યાં મળે છે. આહારકદ્ધિક અને જિનનામની જધન્યસ્થિતિનો બંધ આઠમાના છઠ્ઠા ભાગે મળે છે વૈક્રિયષકની જઘન્યસ્થિતિનો બંધ અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચમાં મળે છે. તિર્યંચ-મનુષ્યાયુષ્યની જઘન્યસ્થિતિનો બંધ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્યમાં અને દેવ-નરકના આયુષ્યની જઘન્યસ્થિતિનો બંધ પં.પર્યાપ્ત તિર્યંચ-મનુષ્યમાં મળે છે. બાકીની ૮૫ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિનો બંધ એકેન્દ્રિયમાં મળે છે. (૧) આહારદ્ધિક-જિનનામનો જઘન્યસ્થિતિબંધ આઠમાના છટ્ટાભાગે શપકને ૩ (૨) વૈક્રિયષકનો જઘન્યસ્થિતિબંધ અસંજ્ઞી પં.પર્યાપ્તા તિર્યંચોને (૩) મનુષ્ય-તિર્યંચાયુષ્યનો જ સ્થિતિબંધ એકેન્દ્રિયથી પંચેન્દ્રિયતિ મનુષ્યને (૪) દેવ-નરકાયુષ્યનો જઘન્યસ્થિતિબંધ સંશી. અસંજ્ઞી પં પર્યા.તિર્યંચ તથા મનુષ્યને ૨ (૫) નવમે દસમે બંધાતી ૨૨ નો જઘન્ય સ્થિતિ બંધ ત્યાં નવમે-દસમે શપકને ૨૨ (૬) બાકીની ૮૫ પ્રકૃતિઓનો જઘન્યસ્થિતિબંધ એકેન્દ્રિયને થાય છે.
૧૨૦ સ્થિતિબંધ અને રસબંધ કષાયથી થતા હોવાથી જ્યાં વધારે કષાયો છે ત્યાં ઉત્કૃષ્ટસ્થિતિ બંધાય છે. અને જ્યાં ઓછા કષાયો છે અને વિશુદ્ધિ વધારે છે ત્યાં જઘન્યસ્થિતિ બંધાય છે. આ નિયમને અનુસારે પ્રથમ નવમેદસમે બંધવિચ્છેદ પામતી ૨૨ પ્રકૃતિઓનો જઘન્યસ્થિતિબંધ સમજાવે છે.
(૧) સંવલનલોભ, પાંચ અંતરાય, પાંચ જ્ઞાનાવરણીય અને ચાર દર્શનાવરણીય એમ કુલ ૧૫ પ્રકૃતિઓની જઘન્યસ્થિતિ પોત
ળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org