________________
૧૩)
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૩૩
અબાધામાં દલિકરચના (નિષેકરચના) નથી તેથી એક અંતર્મુહૂર્ત બાદ પ્રદેશોદય થાય છે. જ્યારે બીજાં જ્ઞાનાવરણીયાદિ કર્મોની તેટલા તેટલા સો સો વર્ષની અબાધા (નિષેકરચના વિનાનો કાળ) રાખવા છતાં પણ તેમાં પૂર્વબદ્ધ કર્મદલિકો હોય જ છે. એટલે ધ્રુવોદયીનો વિપાકોદય ચાલુ જ હોય છે અને અધુવોદયીનો સ્ટિબુકસંક્રમ દ્વારા પ્રદેશોદય તથા ઉદયનાં નિમિત્તો (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ) મળતાં વિપાકોદય પણ થઈ શકે છે.
જિનનામકર્મ અને આહારકદ્વિકનો જઘન્ય સ્થિતિબંધ પણ અંત:કોડાકોડી હોય છે. અહીં પણ ૪૮મી ગાથાના વચનની પ્રમાણતા લેવી. એટલે સમ્યકત્વ અને સંયમવાળાં ગુણસ્થાનક હોવાથી ર થી ૮ માં આનાથી ઓછી સ્થિતિ બંધાતી નથી. આ જઘન્યસ્થિતિબંધવાળું અંતઃકોડાકોડી સા. ઉત્કૃષ્ટ સ્થિતિબંધવાળા અંતઃકોડાકોડી કરતાં સંખ્યાતગુણ હીન સમજવું. તો પણ તે અંતઃકોડાકોડી સાગરોપમ જ કહેવાય છે. જેમ અંતર્મુહૂર્ત નાનુંમોટું અસંખ્યાત જાતનું છે તેમ આ અંત:કોડાકોડી પણ નાનુ-મોટું અસંખ્યાત જાતનું છે.
પ્રશ્ન : અત્યારે મૂળ તથા ઉત્તર સર્વે કર્મોના ઉત્કૃષ્ટ સ્થિતિબંધનો અધિકાર ચાલે છે. ત્યાં ત્રણ કર્મોની જઘન્યસ્થિતિનું વર્ણન = પ્રતિપાદન શા માટે કરાય છે ?
ઉત્તર :- આ ત્રણ કર્મોનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ જેમ અંતઃકોડાકોડી સાગરોપમ છે. તેમ જઘન્યસ્થિતિબંધ પણ (ભલે સંખ્યાતગુણ હીન હોય તો પણ) તેટલો જ છે. તેથી અતંકોડાકોડીપણે સમાન-સ્થિતિક હોવાથી ગ્રન્થની લાઘવતા માટે અહીં જઘન્યસ્થિતિબંધ કહ્યો છે. હવે શેષકર્મોની જઘન્યસ્થિતિ દર્શાવતી વખતે આ ત્રણ કર્મોની જઘન્યસ્થિતિ કહેવાની રહેશે નહીં. એવી જ રીતે ઉત્કૃષ્ટ અને જઘન્ય અબાધા પણ અંતર્મુહૂર્તના કાળપ્રમાણે સમાન છે. તેથી અહીં સાથે જ કહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org