________________
ગાથા : ૩૩
પાંચમો કર્મગ્રંથ
૧૨૯
થયેલા તે કર્મને સંક્રમ, અપવર્તના આદિ દ્વારા ફેરફાર કરી સજાતીય પરપ્રકૃતિમાં ભેળવીને પરપ્રકૃતિ રૂપે ભોગવવું તે પ્રદેશોદય કહેવાય છે.
જિનનામકર્મનો બંધ શરૂ કર્યા પછી એક અંતર્મુહૂર્ત બાદ પ્રદેશોદય થઈ શકે છે. પ્રથમ સમયે બાંધેલી લતા તે કાળે બંધાતી નામકર્મની શેષ ૨૯૩૧માં સંક્રમાવી તેના ઉદયની સાથે જિનનામના પ્રદેશોનો ઉદય થઈ શકે છે. એવી જ રીતે સાતમે ગુણઠાણે બંધાતા આહારકદ્ધિકનું દલિક પણ નામકર્મની અન્ય પ્રકૃતિમાં સંક્રમાવી એક અન્તર્મુહૂર્ત બાદ પ્રદેશોદયથી ઉદયમાં આવી શકે છે.
વિપાકોદયથી ઉદય વિચારીએ તો જિનનામકર્મનો બંધ અન્તિમ ભવમાં ક્ષપકશ્રેણીમાં આઠમાના છઠ્ઠા ભાગે વિરામ પામ્યા બાદ ૯/૧૦/૧૨ ગુણસ્થાનકોએ અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત કાળ રહીને તેરમે ગુણઠાણે જાય ત્યારે પ્રથમ સમયે વિપાકોદય શરૂ થાય છે. એટલે બંધવિચ્છેદ બાદ ત્રણ અંતર્મુહૂર્તકાળ હોવા છતાં પણ મોટા એક અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ ગયા પછી આ ઉદય થાય છે. એવી રીતે આહારકદ્વિકનો બંધ સાતમે ગુણઠાણે કરી છ ગુણસ્થાનકે આવી તીર્થંકર પરમાત્માના દર્શન આદિના પ્રયોજને આહારકની રચના કરવા ઈચ્છે તો ત્યાં વિપાકોદય સંભવી શકે છે. આ પ્રમાણે એક અન્તર્મુહૂર્ત બાદ પ્રદેશોદયથી અને એક અંતર્મુહૂર્ત બાદ વિપાકોદયથી ત્રણેનો ઉદય થાય છે. જિનનામકર્મના પ્રદેશોદયથી આ જીવનું સૌભાગ્ય, આદેય, યશ, પ્રતાપ, પ્રભાવ તથા શારીરિક ભાવો બીજા જીવો કરતાં વિશિષ્ટ હોય છે.'
આ ત્રણ કર્મોનો બંધ શરૂ કરે ત્યારે અંતર્મુહૂર્ત પ્રમાણ રાખેલી
૧. સ્વોપજ્ઞ ટીકામાં કહ્યું છે કે : વિત્તીર્થરનામાન્તર્મુહૂર્તાતૂર્ણ कस्यचित्प्रदेशत उदेति, तदुदये चाज्ञैश्वर्यादय ऋद्धिविशेषा अन्यजीवेभ्यो विशिष्टतरास्तस्य संभवन्तीति संभावयाम इति व्याचक्षते ।
૨, ટીકામાં કહ્યું છે કે-નીચાણન્તર્મુહર્તાત્રેય તતઃ પરં તિરનીયા: सद्भावेनावश्यं प्रदेशोदयस्य सम्भवात् इति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org