________________
ગાથા : ૩૦
પાંચમો કર્મગ્રંથ
૧૨૩
મોહનીયના ત્રણ પુંજ કરે છે, તેથી તે બે પ્રકૃતિની પણ સત્તા સંભવે છે. અને તે અન્તર્મુહૂર્ત ન્યૂન ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ જાણવી. મિથ્યાત્વ મોહનીયની ૭૦ કોડાકોડી સ્થિતિ પહેલા ગુણઠાણે બાંધીને અન્તર્મુહૂર્ત બાદ સમ્યકત્વ પ્રાપ્ત કરતાં તે બાંધેલી મિથ્યાત્વમોહનીયની સ્થિતિનો સમ્યકત્વમોહનીયરૂપે અને મિશ્રમોહનીયરૂપે સંક્રમ કરતાં આ સત્તા ઘટી શકે છે. (જાઓ કર્મપ્રકૃતિ સંક્રમણકરણ સમ્યકત્વમોહનીયના સંક્રમને જણાવતી ગાથા-૩૦').
મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, સ્ત્રીવેદ અને સાતાવેદનીય એમ કુલ ૪ પ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૫ કોડાકોડી છે. મનુષ્યદ્ધિક એ તિર્યંચદ્ધિક અને નરકદ્વિક કરતાં પુણ્યપ્રકૃતિ છે. માટે તેનાથી ઉત્કૃષ્ટસ્થિતિ ઓછી છે અને દેવદ્ધિક કરતાં ઉતરતી છે માટે તેનાથી વધારે છે. એવી જ રીતે સ્ત્રીવેદ એ નપુંસકવેદ કરતાં શુભ છે. પરંતુ પુરુષવેદ કરતાં અશુભ છે. તેથી સ્થિતિ નપુંસકવેદથી હીન અને પુરુષવેદથી અધિક છે. એવી જ રીતે સાતાવેદનીય એ પુણ્યપ્રકૃતિ છે માટે ૧૫ કોડાકોડી અને અસાતવેદનીય પાપપ્રકૃતિ છે. માટે ૩૦ કોડાકોડીની સ્થિતિ છે. ઈત્યાદિ કારણો પોતાની બુદ્ધિથી સ્વયં જાણી લેવાં.
આ પ્રમાણે આ ગાથામાં ૧૩+૧+૪ = ૧૮ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી || ૩૦ ||
૧. અનાદિ મિથ્યાત્વી પ્રથમ ઔપથમિક સમ્યક્ત જ્યારે પામે છે. ત્યારે આયુષ્ય વિનાના સાત કર્મોની સ્થિતિ અંત:કોડાકોડી કરે છે. તેથી મિથ્યાત્વની સ્થિતિ પણ અંતઃકોડાકોડી સાગરોપમ હોય છે. અને તેના સંક્રમથી થનારી મિશ્ર-સમ્યક્ત મોહનીય પણ તેટલી જ સ્થિતિવાળી થાય છે. પરંતુ એકવાર સમ્યક્ત પામી પડીને પહેલે આવ્યા પછી મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ (કર્મગ્રંથકારના મતે) બાંધીને તુરત ફરીથી સમ્યક્ત પામનારા જીવને મિથ્યાત્વની સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમ પણ હોય છે. અને તેના સંક્રમદ્વારા મિશ્ર-સમ્યક્વમોહનીયની પણ તેટલી સ્થિતિ ઘટી શકે છે. (જુઓ કર્મપ્રકૃતિ સંક્રમણકરણ ગાથા-૩૦ તથા તેની ટીકા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org