________________
૧૧૬ પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૨૭ હવે મૂલ આઠે કર્મોની જઘન્ય સ્થિતિ કેટલી? તે જણાવે છે. मुत्तुं अकसायठिइं, बार मुहुत्ता जहन्न वेयणिए । अट्ट नामगोएसु, सेसएसुं मुहुत्तंतो ।। २७ ।। (मुक्त्वाऽकषायस्थिति, द्वादश मुहूर्ता जघन्या वेदनीये । અછાવણી નામનોત્રયો: શેશેષ મુહૂર્તાન્ત: || ર૭ ||)
પુનું = મૂકીને, સારું = કષાયવિનાના જીવોની સ્થિતિને, વાર = બાર, મુદ્દત્તા = મુહૂર્ત, નદન = જઘન્ય, વેળિણ = વેદનીયકર્મમાં, મદ્દ = આઠ આઠ મુહૂર્ત, નામોસું = નામકર્મ અને ગોત્રકર્મમાં, સેસણું બાકીના કર્મોમાં, મુહુરંતો-અન્તર્મુહૂર્ત ર૭ી.
ગાથાર્થ - કષાયરહિત જીવોની સ્થિતિને મુકીને વેદનીયકર્મની જઘન્ય સ્થિતિ બાર મુહૂર્ત, નામ અને ગોત્રકર્મની આઠ-આઠ મુહૂર્ત, અને બાકીના કર્મોમાં માત્ર અંતર્મુહૂર્ત જઘન્યસ્થિતિ જાણવી. ૨૭ ||
વિવેચન - વેદનીય કર્મની સ્થિતિ બે પ્રકારે બંધાય છે. સકષાય અને અકષાય. ત્યાં અગિયારમે, બારમે અને તેરમે ગુણઠાણે કષાયો નહીં હોવાથી કેવળ યોગનિમિત્તક જે ઈર્યાપથિકબંધ થાય છે, તે અકષાય સ્થિતિબંધ છે. ત્યાં પ્રથમ સમયે સાતવેદનીય બંધાય છે, બીજા સમયે ઉદયમાં આવે છે અને ત્રીજા સમયે નિર્જરી જાય છે. તે સ્થિતિબંધ અહીં વિવક્ષાતો નથી. તેથી તે સ્થિતિબંધને મૂકીને જે સકષાય જીવો (૧ થી ૧૦ ગુણસ્થાનક સુધીના) છે. તેઓ કષાય દ્વારા જે સ્થિતિબંધ કરે છે, તેને આશ્રયી અહીં જઘન્ય સ્થિતિબંધ કહેવાય છે. વેદનીય કર્મનો જઘન્ય સ્થિતિબંધ ૧૨ મુહૂર્તનો જાણવો, તે સાતાવેદનીયને આશ્રયી હોય છે. ક્ષપકશ્રેણીમાં દસમા ગુણસ્થાનકના ચરમસમયે થાય છે. નામકર્મ અને ગોત્રકર્મનો જઘન્ય સ્થિતિબંધ આઠઆઠ મુહૂર્તનો જાણવો, તે અનુક્રમે યશનામકર્મ અને ઉચ્ચગોત્રને આશ્રયી હોય છે. આ પણ ક્ષપકશ્રેણીમાં દસમાના ચરમસમયે થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org