________________
ગાથા : ૨૪
પાંચમો કર્મગ્રંથ
બંધહેતુવાળા હોય છે. તે જીવો આ ૨૩ પ્રકૃતિઓ બાંધે છે. તેથી યુગલિક, વિનાના ગર્ભજ તથા સમ્યુમિ પં. તિર્યંચો અને મનુષ્યો, એકેન્દ્રિય તથા વિકલેન્દ્રિય જીવો જ આ બંધ કરે છે. તેથી આટલા જ જીવો આ ૨૩ના બંધના સ્વામી છે. નામકર્મની ૯ ધ્રુવબંધી (વર્ણચતુષ્ક, તૈજસ, કાર્મણ, અગુરુલઘુ, ઉપઘાત અને નિર્માણ) તથા ૧૪ અધ્રુવબંધી અપર્યાપ્ત એકેન્દ્રિયના ભવને યોગ્ય, ૧ તિર્યંચગતિ, ર તિર્યંચાનુપૂર્વી, ૩ એકેન્દ્રિયજાતિ, (૪) ઔદારિક શરીર (૫) હુંડક સંસ્થાન (૬) સ્થાવર (૭) અપર્યાપ્ત નામ (૮) અસ્થિર (૯) અશુભ (૧૦) દુર્લગ (૧૧) અનાદેય (૧૨) અયશ, (૧૩) સૂક્ષ્મ-બાદરમાંથી એક, અને (૧૪) પ્રત્યેકસાધારણમાંથી એક એમ ૧૪ અધુવબંધી મળીને કુલ ૨૩ બંધાય છે.
(૨) ૨૫નું બંધસ્થાનક = પર્યાપ્તા એકેન્દ્રિયપ્રાયોગ્ય જે ૨૫નો બંધ છે. તે ઉપરોક્ત ર૩માં પરાઘાત અને ઉચ્છવાસ ઉમેરવાથી થાય છે અહીં અપર્યાપ્તને બદલે પર્યાપ્ત નામકર્મ જ બંધાય છે. તથા અસ્થિર, અશુભ અને અયશ એમ કેવળ પાપપ્રકૃતિને બદલે પર્યાપ્તા પ્રાયોગ્ય બંધ હોવાથી તેના કરતાં કંઈક અંશે અશુદ્ધિ ન્યૂન હોવાથી સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, અને યશ-અયશ એમ બે બે પ્રતિપક્ષીઓમાંથી એક એક જાણવી. તથા આ ૨૫ પ્રકૃતિના બંધક એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, (યુગલિક વિનાના) તિર્યચ-મનુષ્યો, અને ઈશાન સુધીના દેવો સમજવા. તથા જેમ પર્યાપ્ત એકેન્દ્રિયપ્રાયોગ્ય ૨૫નું બંધસ્થાનક છે. તેમ અપર્યાપ્ત વિકસેન્દ્રિયપ્રાયોગ્ય અને અપર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય તથા અપર્યાપ્ત મનુષ્યપ્રાયોગ્ય પણ આ ૨૫નું બંધસ્થાનક છે. તે ૨૫ પ્રકૃતિઓ જાણવી હોય તો ૨૩માં પરાઘાત અને ઉચ્છવાસને બદલે ઔદારિકાંગોપાંગ અને છેવટું સંઘયણ ઉમેરવું. અને તે તે ભવને યોગ્ય ગત્યાદિ પ્રકૃતિઓની પરાવૃત્તિ જાણવી ગ્રન્થવિસ્તારના ભયથી અહીં વધારે કહેતા નથી.
(૩) ર૬નું બંધસ્થાનક=ઉપર કહેલી પર્યાપ્તએ કેન્દ્રિયપ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિઓમાં આતપ અથવા ઉદ્યોત ભેળવીએ તો ૨૬નું બંધસ્થાનક થાય છે. સૂર્યના વિમાનમાં અથવા ચંદ્રાદિના વિમાનમાં પૃથ્વીકાયાદિ પણે ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org