________________
ગાથા : ૨૪
પાંચમો કર્મગ્રંથ
૮૯
વિવેચન- કોઈ પણ કર્મના ભૂયસ્કારાદિ ચાર બંધ સમજાવવા હોય તો પ્રથમ બંધસ્થાનક સમજાવવાં જ પડે. કારણ કે આ ભૂયસ્કારાદિ બંધો બંધસ્થાનકને આશ્રયીને જ થાય છે. (જો કે આવી જ રીતે આઠે કર્મોમાં ઉદય-ઉદીરણા અને સત્તાને આશ્રયી પણ ભૂયસ્કારાદિ થાય છે. તો પણ અહીં પ્રકૃતિબંધ-સ્થિતિબંધ વગેરે બંધ અધિકાર હોવાથી બંધને આશ્રયીને જ ગ્રન્થકારે સમજાવ્યા છે. ઉદય-ઉદીરણા અને સત્તાને આશ્રયી થતા ભૂયસ્કારાદિ ગ્રન્થાન્તરથી જાણવા.) તેથી પ્રથમ (દર્શનાવરણીયકર્મનાં બંધસ્થાનક સમજાવે છે.
દર્શનાવરણીય કર્મની ચક્ષુદર્શનાવરણીયાદિ ૪, અને નિદ્રાપંચક એમ કુલ ૯ પ્રકૃતિઓ છે. નવે પ્રકૃતિઓ ધ્રુવબંધી હોવાથી પહેલા-બીજા ગુણસ્થાનકે નવે અવશ્ય બંધાય જ છે માટે ત્યાં ૯ નું બંધસ્થાનક હોય છે. ત્યારબાદ થીણદ્વિત્રિકનો બંધવિચ્છેદ થવાથી ત્રીજા ગુણસ્થાનકથી આઠમાના પ્રથમ ભાગ સુધી ૬ નો બંધ થાય છે. ત્યારબાદ દસમા ગુણસ્થાનક સુધી નિદ્રાદ્ધિક વિના ૪ નો બંધ થાય છે. આ પ્રમાણે ૯૬-૪ એમ ત્રણ બંધસ્થાનકો દર્શનાવરણીય કર્મમાં હોય છે. નવન બંધ અભવ્યને અનાદિ અનંત, ભવ્યને અનાદિસાન્ત, અને સમ્યકત્વથી પડેલાને સાદિ-સાન્ત, તે જઘન્યથી અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ હોય છે. છનો બંધ મિશ્ર અને સમ્યકત્વે હોવાથી જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક બે છાસઠ સાગરોપમ હોય છે તથા ચારનો બંધ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત હોય છે.
દર્શનાવરણીયકર્મમાં ભૂયસ્કારાદિ ઉપશમશ્રેણીમાં આરૂઢ થઈને અગિયારમેથી પડતાં દસમાથી આઠમાના બીજા ભાગે આવે ત્યાં સુધી ૪નો બંધ ચાલુ હોય છે. ત્યારબાદ આઠમાના પ્રથમભાગે આવતાં ૬નો બંધ શરૂ થાય, ત્યારે પ્રથમ સમયે પહેલો ભૂયસ્કાર. બીજા સમયથી તે ૬ના બંધનો અવસ્થિત બંધ કહેવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org