________________
પાંચમો કર્મગ્રંથ
ગાથાર્થ ઃ- ઘાતીકર્મોની ૪૭, ગોત્રદ્ધિક અને વેદનીયદ્ઘિક, જિનનામકર્મ, ત્રસત્રિક સ્થાવરત્રિક, સૌભાગ્યચતુષ્ક અને દૌર્ભાગ્યચતુષ્ક, ઉચ્છ્વાસનામકર્મ, જાતિત્રિકની ૧૧, એમ કુલ ૭૮ પ્રકૃતિઓ જીવવિપાકી છે. અને ચાર આયુષ્ય ભવવિપાકી છે. | ૨૦ ||
૭૬
વિવેચન :- ઘાતીકર્મો વાદળની જેમ આત્માના ગુણોનું આવરણ કરનાર છે, તેથી થાતીકર્મોને ધન એટલે વાદળની ઉપમા ઘટતી હોવાથી ધનધાતી કર્મ કહેવાય છે. અથવા ઘન એટલે નિબિડ અર્થાત્ ગાઢ એવાં ઘાતીકર્મો જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય ૯, મોહનીયની ૨૮, અને અંતરાયની ૫, એમ કુલ ૪૭ પ્રકૃતિઓ ચાર ઘનઘાતી કર્મોની છે. અહીં વિપાકદ્વાર હોવાથી ઉદય જણાવવાનો છે. તેથી ઉદયાધિકાર પ્રમાણે સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીય પણ ગણવાની છે. માટે મોહનીયની ૨૮ કહી છે. આ સુડતાલીસે પ્રકૃતિઓ જીવવિપાકી છે. કારણ કે શરીરરૂપે પરિણત થયેલા પુદ્ગલોમાં તેનું ફળપ્રદાન નથી. પરંતુ જીવના જ જ્ઞાન, દર્શન, સમ્યક્ત્વ, ચારિત્ર અને વીર્યગુણનો પ્રતિબંધ કરનારાં આ કર્મો છે. તેથી તેના ઉદય વડે જીવ અજ્ઞાની, અદર્શની, મિથ્યાત્વી, ચારિત્રહીન અને શક્તિહીન બને છે તેથી આ સર્વે પ્રકૃત્તિઓ જીવવિપાકી છે.
ગાથા : ૨૦
બે ગોત્ર અને બે વેદનીય, જિનનામ, ત્રસત્રિક-સ્થાવરત્રિક, સૌભાગ્ય ચતુષ્ક અને દૌર્ભાગ્ય ચતુષ્ક, ઉચ્છવાસ અને જાતિત્રિકની (જાતિ, ૫, ગતિ ૪, અને વિહાયોગતિ ૨ એમ કુલ) ૧૧, આ ૩૧ પ્રકૃતિઓ પણ ઉંચા-નીચાકુલમાં જન્મ આપવા વડે જીવને હર્ષ-શોકાદિ ફળ આપે છે. એ જ રીતે સાતા-અસાતા પણ પ્રમોદ અને પીડાના અનુભવરૂપે પોતાનો વિપાક જીવને આપે છે. તીર્થંકરપણાની પ્રાપ્તિ પણ જીવને જ થાય છે. ત્રસત્વ, બાદરત્વ, પર્યાપ્તત્વ અને સ્થાવરત્વ-સૂક્ષ્મત્વ અને અપર્યાપ્તત્વ રૂપ સારી-નરસી લબ્ધિઓ (શક્તિઓ) પણ જીવને જ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે બાકીની પ્રકૃતિઓમાં પણ સમજી લેવું. આ અઠ્ઠોતેર પ્રકૃતિઓ જીવને સાક્ષાત્ ફળદાયક હોવાથી જીવવિપાકી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org