________________
૯૫
जोएणं कम्मएणं आहारेई अणंतरं जीवो ।
तेण परं मीसेणं, जाव सरीरस्स निष्फत्ती ॥ આવું પરમમુનિઓનું વચન પ્રમાણ હોવાથી તથા કર્મગ્રંથ આદિમાં પણ આ જ પ્રસિદ્ધિ હોવાથી ઉત્પત્તિના પ્રથમ સમયે કાર્પણ કાયયોગ હોય જ છે. તેથી ઉપરનો પાઠ બરાબર સમજાતો નથી.
પ્રશ્ન- ઉત્પત્તિના પ્રથમ સમયે જીવ “ઔદારિક પુદ્ગલો ગ્રહણ કરે છે” તેથી ઓજાહાર છે અને જીવ આહારી છે. પરંતુ “ગૃહમાં ગૃહીતમ્'' ગ્રહણ કરાતાને ગ્રહણ કરાયું જ છે એમ માનીને નિશ્ચયનયથી ઉત્પત્તિના પ્રથમ સમયે પણ (દ્વિતીયાદિ સમયોની જેમ જ) કાર્મણની સાથે ઔદારિકકાયયોગની મિશ્રતા માનીએ અને પ્રથમ સમયે ઔદારિક મિશ્રયોગ માનીએ તો આહારી માર્ગણામાં કાર્પણ કાયયોગ વિના શેષ ૧૪ યોગ હોય એ પાઠ શું સંગત ન થાય ?
ઉત્તર- આ સંગતિ ઉચિત નથી. કારણ કે જે ઔદારિકનાં પુદ્ગલો પ્રથમસમયે ગૃહ્યમાણ છે. તેને નિશ્ચયનયથી ગૃહીત કહી શકાય છે. ડેમાળ
કે ના ન્યાયથી ગૃહીત મનાય, પરંતુ તે ઔદારિકનાં પુગલો ગૃહ્યાણ હોવાથી (દ્વિતીયા વિભક્તિ યોગ્ય) કર્મરૂપ જ બને છે. કરણરૂપ બનતાં નથી. પોતે જ્યારે કર્મસ્વરૂપ ક્રિયમાણ હોય ત્યારે સ્વક્રિયા પ્રત્યે તૃતીયા વિભક્તિ યોગ્ય કરણ થઈ શકતાં નથી. તેથી આલંબન રૂપ ન બનવાથી યોગ કહેવાતો નથી, જેમ ઘટ કરાતો હોય ત્યારે ક્રિયમાણ હોવાથી કર્મરૂપ ગણાય છે. પરંતુ કરણરૂપ બનતો નથી. માટે આ સંગતિ ઉચિત નથી. તેથી પ્રથમ સમયે કાર્મશકાયયોગ જ છે અને આહારી છે. આ પ્રમાણે આહારી માર્ગણામાં કાર્પણ કાયયોગ સાથે ૧૫ યોગ સંભવે છે. - તથા વિગ્રહગતિમાં વિશેષપયોગ તરીકે જેમ મતિ-શ્રુત-અને અવધિજ્ઞાન હોય છે. તેમ સામાન્યોપયોગ તરીકે મતિ-શ્રુતવાળાને અચસુદર્શન, અને મતિશ્રુત-અવધિવાળાને અચક્ષુદર્શન તથા અવધિદર્શન ઉપયોગ પણ હોય છે. ભલે ઇન્દ્રિયોની રચનાનો કે શરીરની રચનાનો પ્રારંભ વિગ્રહગતિમાં નથી તેથી ઇન્દ્રિય પર્યાપ્તિની સમાપ્તિની પૂર્વે જેમ ચક્ષુદર્શન નથી હોતું તેવી જ રીતે વિગ્રહગતિમાં કાર્પણ કાયયોગમાં શેષ ઇન્દ્રિયોની રચના પણ ન હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org