________________
૮૨
તેરમે-ચૌદમે કેવલિક ક્ષાયિકભાવનું યથાખ્યાત હોય છે. ઇત્યાદિ સમજી લેવું. આ પ્રમાણે આ ગાથામાં કુલ ૧૪ માર્ગણાઓમાં ગુણસ્થાનકો કહ્યાં. ૨૦ છે मणनाणि सग जयाई, सामाइयछेय चउ दुन्नि परिहारे । केवलदुगि दो चरमा-जयाइ नव मइ सुओहिदुगे ॥२१॥ (मनोज्ञाने सप्त यतादीनि, सामायिकछेदयोश्चत्वारि द्वे परिहारे । केवलद्विके द्वे चरमे ऽयतादीनि नव मतिश्रुतावधिद्विकेषु ॥ २१॥)
શબ્દાર્થમળના= મન:પર્યવજ્ઞાનમાં, | પરિહારે= પરિહારવિશુદ્ધિમાં, સ= સાત ગુણસ્થાનક હોય છે વેપકેવલદ્ધિકમાં, ગયાર્ડનું પ્રમત્ત આદિ,
તો વરમ-છેલ્લાં બે ગુણસ્થાનક, સામાયછે - સામાયિક અને બાયોડુંક અવિરતિ આદિ.
છેદોપસ્થાનીયમાં, નવ= નવ ગુણસ્થાનક, વડ= ચાર,
મસુદિ મતિ, શ્રત અને નિ= બે ગુણસ્થાનક,
અવધિદ્ધિકમાં. ગાથાર્થ - મન:પર્યવજ્ઞાનમાં પ્રમત્તાદિ સાત, સામાયિક અને છેદપસ્થાપનીયમાં પ્રમત્તાદિ ચાર, પરિહારવિશુદ્ધિમાં પ્રમત્તાદિ બે, કેવલબ્રિકમાં છેલ્લાં બે, અને મતિ-શ્રુત-અવધિદ્ધિકમાં અવિરતિ આદિ નવ ગુણસ્થાનકો હોય છે. ૨૧ છે
- વિવેચન :- મન પર્યવજ્ઞાનમાર્ગણામાં છઠ્ઠા પ્રમત્તગુણસ્થાનકથી બારમા ક્ષીણમોહ સુધીનાં કુલ સાત ગુણસ્થાનકો હોય છે. મન:પર્યવજ્ઞાન એ એક લબ્ધિવિશેષ હોવાથી અપ્રમત્ત ગુણઠાણે જ ઘણી જયણાવાળા સાધુને જ ઉત્પન્ન થાય છે. પરંતુ પ્રમત્તને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થતું નથી. તથા અપ્રમત્તે પણ બધા મુનિને ઉત્પન્ન થતું નથી. છતાં અપ્રમત્તે મન:પર્યવજ્ઞાન પ્રગટ થયા પછી પ્રમત્તે આવી શકે છે. તેથી મન:પર્યવજ્ઞાનમાં પ્રમત્તથી સાત ગુણઠાણાં હોય છે. ઉપશમ અને ક્ષપકશ્રેણિમાં પણ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષાયોપથમિક ભાવ જ હોવાથી મન:પર્યવજ્ઞાન સંભવી શકે છે. તેર-ચૌદમે ગુણઠાણે ક્ષાવિકભાવ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org