________________
નિયમા નુપસક જ હોય છે. પંચેન્દ્રિય માર્ગણામાં લબ્ધિ અને કરણ એમ બન્ને પ્રકારના અપર્યાપ્તા સંભવી શકે છે.
અણાહારી માર્ગણામાં સંજ્ઞી પર્યાપ્ત-અપર્યાપ્ત એમ સંક્ષિદ્ધિક તથા શેષ છે અપર્યાપ્તા એમ કુલ ૮ જીવભેદ સંભવે છે. અહીં જે સાતે અપર્યાપ્તા લીધા તે વિગ્રહગતિમાં વધારેમાં વધારે છે અથવા ત્રણ સમય સુધી જીવ અણાહારી મળે છે. તે આશ્રયી જાણવા. અને જે સંજ્ઞી પર્યાપ્ત જીવભેદ કહ્યો તે કેવલીસમુદ્ધાતમાં ત્રીજા-ચોથા અને પાંચમા સમયને આશ્રયી તથા અયોગીકેવલી આશ્રયી જાણવો. કારણ કે તેરમા-ચૌદમા ગુણઠાણે પણ દ્રવ્યમન આશ્રયી “સંજ્ઞી કહેવાય છે. જો કે ચૌદમે ગુણઠાણે તો દ્રવ્યમાન પણ નથી તો પણ તેરમે ભૂતકાળમાં દ્રવ્યમાન હતું. તેથી વર્તમાનમાં તેનો ઉપચાર કરીને દ્રવ્ય નિક્ષેપે ચૌદમે પણ સંજ્ઞી કહેવાય છે. આગળ આવતી ૧૯મી ગાથામાં સંજ્ઞીમાર્ગણામાં ચૌદે ગુણસ્થાનકો કહ્યાં છે. અહીં સાત અપર્યાપ્તા તે લબ્ધિ અને કરણ બન્ને રીતે હોઈ શકે છે. તેવી જ રીતે સંજ્ઞી પર્યાપ્તા પણ લબ્ધિ અને કરણ બને રીતે હોઈ શકે છે. કહ્યું છે કે
विग्गहगइमावन्ना, केवलिणो समुहया अजोगी य । सिद्धा य अणाहारा, सेसा आहारगा जीवा ॥१॥
સાસ્વાદનમાર્ગણામાં ઉપરોક્ત આઠમાંથી એક સૂક્ષ્મ અપર્યાપ્યા વિના શેષ સાત જીવભેદો સંભવે છે. એટલે કે છ અપર્યાપ્તા અને સંજ્ઞી પર્યાપ્તો એમ કુલ સાત જીવસ્થાનક હોય છે. સાસ્વાદનગુણસ્થાનકવાળા જીવો કંઈક વિશુદ્ધ પરિણામવાળા છે. તેથી સૂક્ષ્મ એકેન્દ્રિય જેવા સ્થાનમાં ભવસ્વભાવે જ ઉત્પન્ન થતા નથી. તેથી સૂક્ષ્મ અપર્યાપ્ત જીવભેદ ત્યજી દીધેલ છે. બાકીના છ અપર્યાપ્તા તે પણ કરણ અપર્યાપ્તા જ લેવા. લબ્ધિ અપર્યાપ્ત ન લેવા. કારણ કે લબ્ધિ અપર્યાપ્તામાં સાસ્વાદની ન ઉપજે. સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તો જીવ પ્રાથમિક ઉપશમ પામી, ઉપશમસમ્યકત્વથી પડી, વમતાં સાસ્વાદને આવે તે સમયે જ આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પામી સાસ્વાદન લઈને બાદર એકેન્દ્રિયાપર્યાપ્તાદિ છ એ અપર્યાપ્તામાં પૂર્વબદ્ધાયુષ્યને અનુસારે જઈ શકે છે
શ્રેણીસંબંધી ઉપશમ જો વિચારીએ અને તે બદ્ધાયુ લઈએ તો નિયમ અનુત્તરમાં જ જતો હોવાથી સમ્યકત્વગુણઠાણાથી નીચે ઉતરતો નથી અર્થાત્ સાસ્વાદને જતો નથી અને જો અબદ્ધાયુષ્ક હોય તો શ્રેણિથી પડતો સાસ્વાદને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org