________________
૭૪
દ્રવ્યમનને આશ્રયી જાણવો. કારણ કે કેવલજ્ઞાની ક્ષાયિકભાવવાળા હોવાથી ક્ષયોપશમભાવ રૂપ ભાવમન તેઓને હોતું નથી. તેથી શાસ્ત્રોમાં કેવલીભગવન્તોને તો સની નોકરની પણ કહ્યા છે. આ ૧૧ માર્ગણામાં જે સંજ્ઞી પર્યાપ્ત કહ્યો છે તે લબ્ધિપર્યાપ્ત અને કરણપર્યાપ્ત એમ બન્ને પર્યાપ્તાની અપેક્ષાએ સમજી લેવું.
વચનયોગ માર્ગણામાં બેઈન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પં. અને સંજ્ઞી પં. એમ અન્તિમ પાંચ પર્યાપ્તા જીવભેદ જાણવા. કારણ કે બીજા જીવસ્થાનકોમાં ભાષા જ સંભવતી નથી. એકેન્દ્રિયના ૪ ભેદ ભાષાલધિરહિત છે. અને બેઇન્ડિયાપર્યાપ્તાદિમાં ભાષાપર્યાપ્તિ સમાપ્ત થયેલી ન હોવાથી ભાષાલબ્ધિ નથી.
ચક્ષુદર્શનમાર્ગણામાં અન્તિમ ત્રણ પર્યાપ્તા જીવસ્થાનક હોય છે. ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પં. અને સંજ્ઞી પં. આ ત્રણ પર્યાપ્ત જીવભેદ તેમાં હોય છે કારણ કે ચઉરિન્દ્રિયથી ચહ્યું હોવાથી આ ત્રણ પર્યાપ્તાને જ ચક્ષુદર્શન સંભવે છે. શેષ જીવસ્થાનકોમાં ચક્ષુ જ ન હોવાથી ચક્ષુદર્શન કહ્યું નથી. અહીં કેટલાક આચાર્યો આ ચક્ષુદર્શન માર્ગણામાં ચઉરિન્દ્રિયાદિ ત્રણ પર્યાપ્તા અને એ જ ત્રણ અપર્યાપ્તા એમ છ જીવભેદ પણ માને છે. તેઓનું કહેવું એવું છે કે ચઉરિન્દ્રિયાદિ જીવોને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થાય એટલે ચક્ષની રચના બની જ જાય છે. અને હજુ શ્વાસ તથા ભાષાદિ શેષ પર્યાપ્તિઓ અપૂર્ણ હોવાથી તે જીવો અપર્યાપ્તા છે. માટે કરણાપર્યાપ્ત એવા આ ત્રણ જીવભેદો પણ ચક્ષુદર્શનમાં સંભવી શકે છે. જેથી કુલ છ ભેદ સંભવે છે. એમ તેઓનું કહેવું છે. પંચસંગ્રહની મૂલ ટીકામાં કહ્યું छ करणापर्याप्तेषु चतुरिन्द्रियादिषु इन्द्रियपर्याप्तौ सत्यां चक्षुर्दर्शनं भवतीति" જેથી કર્મગ્રંથકારે આ મૂલગાથામાં ત્રણ અથવા છ જીવભેદ હોય એમ કહ્યું છે. આ પ્રમાણે આ ગાથામાં કુલ ૧૩ માર્ગણાઓમાં જીવભેદ કહ્યા. છે ૧૭ છે थीनरपणिंदि चरमा चउ, अणहारे दु संनि छ अपजा । ते सुहुम अपज विणा, सासणि इत्तो गुणे वुच्छं ॥१८॥ (स्त्रीनरपञ्चेन्द्रियेषु चरमाणि चत्वारि, अणाहारे द्वौ संज्ञिनौ षडपर्याप्ताः ते सूक्ष्मापर्याप्तं विना, सास्वादने इतः गुणान् वक्ष्ये ॥१८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org