SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક, પરિહાર વિશુદ્ધિ, - सामाइय परिहार अहखाय યથાખ્યાત, अजया અવિરતિ, અચવવુ - અચક્ષુદર્શન, વલ - કેવલદર્શન, ૫૮ શબ્દાર્થ-: छेय છેદોપસ્થાપનીય, સુહૂમ – સૂક્ષ્મસંપરાય, देसजय દેશવરતિ, चक्खु ओही अणागारा - ચક્ષુદર્શન, અવધિદર્શન, - Jain Education International ગાથાર્થ- સામાયિક-છેદોપસ્થાપનીય-પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત. દેશવિરતિ અને અવિરતિ એમ ચારિત્રના સાત ભેદ જાણવા. તથા ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શન એમ ચાર અનાકાર ઉપયોગ જાણવા. || ૧૨ || આ ચારે અનાકાર ઉપયોગ કહેવાય છે. વિવેચન- આ ગાથામાં સંયમમાર્ગણાના સાત અને દર્શન માર્ગણાના ચાર ભેદો અનુક્રમે સમજાવે છે. (૩૪) સામાયિક ચારિત્ર= રાગ-દ્વેષ રહિત એવો જે આત્મા સર્વ પ્રાણીઓને પોતાની જેમ જુએ, તે સમ = સમતાભાવ, તેની પ્રાપ્તિ તે સામાયિક. તેના ઇત્વરકથિત અને યાવત્કથિત એમ બે ભેદો છે. (૩૫) છેદોપસ્થાપનીય ચારિત્ર= પૂર્વ પર્યાયનો છેદ કરી ફરીથી મહાવ્રતોને વિષે જીવની જે ઉપસ્થાપના કરવી તે છેદોપસ્થાપનીય. તેના પણ સાતિચાર અને નિરતિચાર એવા બે ભેદો છે. (૩૬) પરિહારવિશુદ્ધિ=પરિહાર એટલે તપવિશેષ. તેના દ્વારા શુદ્ધિ વિશેષ જેમાં છે તે પરિહાર વિશુદ્ધિ. તેના પણ નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક એમ બે ભેદ છે. નવ જણનો સમૂહ આ તપ આરાધવા સાથે નીકળે છે. ચાર તપ કરે, ચાર સેવા કરે અને એકની ગુરુ તરીકે સ્થાપના કરે. ઈત્યાદિ નવતત્ત્વથી જાણી લેવું. (૩૭) સૂક્ષ્મ સંપરાય= અનંતાનુબંધી આદિ કષાયો ઉપશમાવીને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy