________________
પ૭
અભેદબુદ્ધિઆ ચારે કષાયો એ વિભાવસ્વભાવ છે. જીવના શુદ્ધ સ્વરૂપના બાધક છે. અનંત જન્મ-મરણની પરંપરા વધારનારા છે.
(૨૬) મતિજ્ઞાનમાર્ગણા= યોગ્ય દેશમાં રહેલી વસ્તુના વિષયવાળો પાંચ ઇન્દ્રિય અને મનના નિમિત્તવાળો જે બોધવિશેષ તે મતિજ્ઞાન.
(૨૭) શ્રુતજ્ઞાનમાર્ગણા= શબ્દાર્થના પર્યાલોચનને અનુસરનારું ઇન્દ્રિય અને મનના નિમિત્તે શાસ્ત્ર અને ગુરુગમથી થયેલું જે જ્ઞાન તે શ્રુત જ્ઞાન.
(૨૮) અવધિજ્ઞાન= ઇન્દ્રિયોની અપેક્ષા વિના, આત્મસાક્ષાત્કારપણે નીચે નીચે વધારે વધારે વિસ્તારવાળું રૂપી દ્રવ્યોનું જે જ્ઞાન તે અવધિજ્ઞાન.
(૨૯) મન:પર્યવજ્ઞાન= અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને જાણવાની જે શક્તિ તે મનપર્યવજ્ઞાન.
(૩૦) કેવલજ્ઞાન= સમસ્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવનું સંપૂર્ણ જે જ્ઞાન તે કેવલજ્ઞાન, અથવા મત્યાદિથી રહિત એકલું જે જ્ઞાન તે.
(૩૧) મતિઅજ્ઞાન= મિથ્યાત્વ યુક્ત એવું જે મતિજ્ઞાન તે મતિઅજ્ઞાન. (૩૨) શ્રુતઅજ્ઞાન= મિથ્યાત્વ યુક્ત એવું જે શ્રુતજ્ઞાન તે શ્રુતઅજ્ઞાન.
(૩૩) વિર્ભાગજ્ઞાન= મિથ્યાત્વ યુક્ત એવું જે અવધિજ્ઞાન તે વિપરીત ભંગવાળું અર્થાત્ એકાન્ત દષ્ટિવાળું હોવાથી વિર્ભાગજ્ઞાન કહેવાય છે.
આ છેલ્લી આઠ માર્ગણાઓને “સાકારોપયોગ અથવા વિશેષપયોગ અથવા જ્ઞાનોપયોગ પણ કહેવાય છે. કોઈ પણ વસ્તુ સામાન્ય અને વિશેષ એમ ઉભય ધર્મયુક્ત છે. તેમાંથી વિશેષધર્મોને જે જાણવા તેને વિશેષોપયોગ કહેવાય છે. તેમાં વસ્તુનો આકાર જ્ઞાનની અંદર પ્રતિબિંબિત થતો હોવાથી સાકારોપયોગ પણ કહેવાય છે. તે ૧૧ છે सामाइय छेय परिहार, सुहूम अहखाय देस जय अजया । चक्खु अचक्खु ओही, केवल सण अणागारा ॥१२॥ (સામયિ-છે-પરિહાર-સૂક્ષ્મ-થાક્યાત ફેશયતાતા: | चक्षुरचक्षुरवधिकेवलदर्शनानि अनाकाराणि ॥१२॥)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org