________________
પર . (૪) યોગમાર્ગણા મન-વચન-કાયાના આલંબને આત્મા ચિંતનમનન, ભાષણ અને હાલવા-ચાલવાદિની ક્રિયાઓમાં જે જોડાય તે યોગ કહેવાય છે.
(૫) વેદમાર્ગણા= ઈન્દ્રિય જન્ય સુખ જેનાથી વિદાય તે અથવા સાંસારિક સુખભોગની જે અભિલાષા તે વેદ કહેવાય છે.
(૬) કષાયમાર્ગણા= જેની અંદર જીવો પરસ્પર દંડાય, દુઃખી થાય તે કષ એટલે સંસાર કહેવાય છે તેનો આય=લાભ-વૃદ્ધિ જેનાથી થાય તે કષાય, અર્થાત્ જન્મ-મરણોની પરંપરા રૂપ સંસાર જેનાથી વધે તે કષાય.
(૭) જ્ઞાનમાર્ગણાત્ર સામાન્ય અને વિશેષ એમ ઉભયધર્માત્મક વસ્તુઓમાં વિશેષ ધર્મોનું જે જાણવું તે જ્ઞાન, વિશેષ ધર્મોને ગ્રહણ કરનારો જે બોધ તે.
(૮) સંયમ માર્ગણા= સાવદ્ય યોગોથી સમ્યપ્રકારે વિરામ પામવો તે, અથવા આ આત્મા પાપના વ્યાપારથી જેનાથી અટકે તે સંયમ.
(૯) દર્શન માર્ગણાત્ર સામાન્ય અને વિશેષ એમ ઉભયધર્માત્મક વસ્તુઓમાં સામાન્ય ધર્મોનું જે જાણવું તે દર્શન. સામાન્ય ધર્મોને ગ્રહણ કરનારો જે બોધ તે.
(૧૦) લેશ્યા માર્ગણા= આત્મા કર્મોની સાથે જેના કારણે લેપાયજોડાય, કર્મોની સાથે આત્મા જેના વડે બંધાય તે લેગ્યા.
(૧૧) ભવ્ય માર્ગણા= પરમપદ જે મોક્ષપદ, તેની યોગ્યતાવાળા જે હોય, અર્થાત્ મોક્ષે જવાને જે યોગ્ય હોય તે ભવ્ય.
(૧૨) સમ્યકત્વ માર્ગણા= પ્રશસ્ત એવો જે આત્મપરિણામ, મોક્ષની સાથે અવિરોધી પ્રશમ-સંવેગાદિ લક્ષણવાળો જે આત્મધર્મ તે સમ્યકત્વ.
(૧૩) સંજ્ઞી માર્ગણા= ભૂત, ભાવિ અને વર્તમાન કાળના ભાવોની આલોચના વાળી દીર્ઘકાલિકી સંજ્ઞા જેઓને વિદ્યમાન છે તે સંજ્ઞી.
(૧૪) આહારી માર્ગણા= ઓજાહાર-લોમાહાર અને કવલાહારાદિ ત્રણ પ્રકારના આહારમાંથી કોઈ પણ પ્રકારના આહારવાળો તે આહારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org