________________
૩૯
બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય-અસંજ્ઞી પંચેન્દ્રિય આ ચાર પર્યાપ્તામાં તે જ ઔદારિક કાયયોગ હોય છે. પરંતુ ‘અસત્યામૃષા'' નામના ચોથા નંબરના વચનયોગ સહિત હોય છે. આ ચાર જીવભેદોમાં ઔદારિક શરીર હોવાથી ઔદારિક કાયયોગ તો છે જ તથા મુખાર્દિ અંગો હોવાથી વ્યવહારભાષા બોલવાનો ચોથો વચનયોગ હોય છે. અસંશી હોવાથી મન નથી તથા વૈક્રિયાદિ લબ્ધિઓ પણ નથી. તેથી શેષ યોગો નથી.
બાદર એકેન્દ્રિય પર્યાપ્તામાં તે જ ઔદારિક કાયયોગ વૈક્રિયટ્રિક સહિત કુલ ૩ યોગો હોય છે. ત્યાં પણ પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય અને વનસ્પતિકાયને તો માત્ર ઔદારિક કાયયોગ એક જ હોય છે. કારણ કે વૈક્રિયલબ્ધિ એકેન્દ્રિયમાં ફક્ત વાયુકાયને જ છે. તેથી વૈક્રિય શરીરની રચના કરતા વાયુકાયને પ્રારંભમાં વૈક્રિયમિશ્ર, પછી વૈક્રિયકાયયોગ અને વૈક્રિયરચના ન કરે ત્યારે ઔદારિકકાયયોગ એમ ત્રણે યોગો સંભવે છે. આ પ્રમાણે ચૌદે જીવસ્થાનક ઉપર પંદર યોગને સમજાવતું બીજું દ્વાર કહ્યું.
હવે ઉપયોગ દ્વાર સમજાવે છે. સંશી પંચેન્દ્રિય પર્યાપ્તામાં બારે ઉપયોગો સંભવે છે. પદાર્થોમાં રહેલા સામાન્ય અને વિશેષ ધર્મોને જાણવાવાળી જે આત્મશક્તિ તે ઉપયોગ કહેવાય છે. સામાન્યધર્મને જાણવાની ચૈતન્યશક્તિને દર્શનોપયોગ, સામાન્યોપયોગ અને નિરાકારોપયોગ કહેવાય છે. જેના ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલ એમ ચાર ભેદો છે. તથા વિશેષધર્મને જાણવાની ચૈતન્યશક્તિને જ્ઞાનોપયોગ, વિશેષોપયોગ અને સાકારોપયોગ કહેવાય છે. જેના પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એમ આઠ ભેદ છે કુલ ઉપયોગના ૧૨ ભેદ છે. મનુષ્યોમાં મન:પર્યવજ્ઞાન-કેવલજ્ઞાન અને કેવલદર્શન હોવાથી અને મનુષ્યો સંશી પંચેન્દ્રિયમાં આવતા હોવાથી સંશી પંચેન્દ્રિય પર્યાપ્તામાં બારે ઉપયોગ સંભવે છે. આ બારે ઉપયોગો જુદા જુદા કાળે યથાયોગ્ય હોય છે. પરંતુ એકજીવને એકકાળે એક જ ઉપયોગ હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ‘‘સમયે તો જીવઞોશ'' તથા નામિ સમિ ય, ત્તો યયંમિ વત્તા સવ“ વત્તિસ્સ વિ જીવ નસ્થિ વો વો છદ્મસ્થ જીવોને કોઈપણ એક ઉપયોગ અંતર્મુહૂર્ત હોય છે. અને કેવલી ભગવન્તોને જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ સમયાન્તરે હોય છે. કેવલજ્ઞાનની ઉત્પત્તિના સમયે જ્ઞાનોપયોગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org