________________
(સર્વે મંત્તિપર્યાપ્ત, મૌવારિ સૂક્ષ્મ, સમાજં તત્ત્વતુર્ભુ ! बादरे सवैक्रियद्विकं, पर्याप्तसंज्ञिषु, द्वादशोपयोगाः ॥ ५ ॥ )
સવ્વે – સર્વ યોગો હોય છે. सन्निपजत्ते સંજ્ઞી પંચે. પર્યાપ્તામાં उरलं ઔદારિક કાયયોગ માત્ર સુહુમે - સૂક્ષ્મ એકેન્દ્રિયમાં
भा
ભાષાના યોગ સહિત તેં – તે જ ઔદારિક કાયયોગ
-
૩૮
શબ્દાર્થ :
ચાર જીવભેદોમાં હોય છે. બાદર એકેન્દ્રિયમાં
સવિવિવુ ં – વૈક્રિયદ્વિક સહિત. પનસન્નિપુ -પર્યાપ્તા સંજ્ઞિ પંચેન્દ્રિયમાં बार બાર (૧૨) સર્વ उवओगा ઉપયોગો હોય છે.
Jain Education International
. વડતુ
વાર
ગાથાર્થ- સંજ્ઞી પર્યાપ્તામાં સર્વ યોગો હોય છે. સૂક્ષ્મ પર્યાપ્તામાં માત્ર ઔદારિક કાયયોગ હોય છે. (અસત્યામૃષા) ભાષા સહિત તે જ ઔદારિકકાયયોગ એમ ૨ યોગ ચાર પર્યાપ્તા જીવભેદમાં હોય છે. બાદર એકેન્દ્રિય પર્યાપ્તામાં તે જ ઔદારિકકાયયોગ વૈક્રિયદ્વિક સહિત હોય છે. અને સંજ્ઞી પર્યાપ્તામાં બાર ઉપયોગ હોય છે. ॥ ૫ ॥
વિવેચન- સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાને પંદરે પંદર યોગો હોય છે. મનના અને વચનના ચાર ચાર ભેદો પંચેન્દ્રિયમાં સ્પષ્ટ જ છે. ઔદારિક કાયયોગ પર્યાપ્તા મનુષ્ય-તિર્યંચોને, વૈક્રિયકાયયોગ પર્યાપ્તા દેવ-નારકીને હોય છે. તથા વૈક્રિયલબ્ધિવાળા મનુષ્ય-તિર્યંચોને પર્યાપ્તાવસ્થામાં વૈક્રિયલબ્ધિ ફોરવતાં પ્રારંભમાં (ઔદારિકની સાથે) વૈક્રિયમિશ્રકાયયોગ હોય, પછી વૈક્રિયકાયયોગ હોય છે. તે જ પ્રમાણે આહારક લબ્ધિવાળા મનુષ્યોને જિનેશ્વરની ઋદ્ધિનાં દર્શનાદિ નિમિત્તે આહારક લબ્ધિ ફોરવતાં પ્રારંભમાં આહારકમિશ્ર, અને પછી આહારક કાયયોગ હોય છે. તથા ઔદારિકમિશ્ર કેવલી સમુદ્દાતમાં બીજા-છઠ્ઠા અને સાતમા સમયમાં અને કાર્યણ કાયયોગ ત્રીજા-ચોથા-પાંચમા સમયમાં હોય છે. આ પ્રમાણે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં સર્વ યોગો સંભવે છે.
સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્તામાં માત્ર ઔદારિક કાયયોગ એક જ હોય છે. કારણ કે તેને વૈક્રિયાદિ કરવાની લબ્ધિ નથી. તથા એકેન્દ્રિય હોવાથી મનવચન નથી. પર્યાપ્તા હોવાથી કાર્મણ-ઔદારિકમિશ્ર પણ નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org