SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ તથા સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તામાં આ જ બને યોગો વૈક્રિયમિશ્રકાય યોગ સહિત ત્રણ યોગો હોય છે. કારણ કે પૂર્વોક્ત છ અપર્યાપ્તામાંથી પાંચ અપર્યાપ્તા તો માત્ર તિર્યંચમાં જ હોય છે. અસંજ્ઞી અપર્યાપ્તાપણું તિર્યંચમનુષ્ય એમ બે ગતિમાં જ હોય છે. અને ત્યાં સર્વત્ર ઔદારિક શરીર છે. જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિય તો ચારે ગતિ ગણાય છે તેમાં દેવ-નારકી પણ આવે છે. દેવ-નારકીના જીવોને વિગ્રહગતિમાં અને ઉત્પત્તિના પ્રથમ સમયે કાર્મણકાયયોગ, તથા ઉત્પત્તિના બીજા સમયથી સ્વયોગ્ય પર્યાપ્તિની પૂર્ણતા સુધી વૈક્રિયમિશ્રકાયયોગ, તેવી જ રીતે મનુષ્ય-તિર્યંચોને કાર્પણ અને ઔદારિકમિશ્ર એમ સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તામાં કુલ ૩ યોગ સંભવે છે. અહીં દેવનારકી માત્ર કરણા પર્યાપ્તા જ હોય છે. જ્યારે મનુષ્ય-તિર્યંચો કરણાપર્યાપ્તા અને લબ્ધિ અપર્યાપ્તા એમ બંને પ્રકારના હોય છે. સારાંશ કે વૈક્રિયમિશ્ર દેવ-નારકીને, ઔદારિકમિશ્ર મનુષ્ય-તિર્યંચોને, અને કાર્મણકાયયોગ ચારે ગતિના પંચેન્દ્રિયોને અપર્યાપ્તાવસ્થામાં હોય છે. આ ગ્રંથકારનો મત (આશય) છે. અહીં કેટલાક આચાર્યોનો મત (અભિપ્રાય) કંઈક જુદો છે. તે સમજાવે છે કે શરીર પર્યાપ્તિ પૂર્ણ થવાથી શરીર બની જાય છે. માટે શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ છે અપર્યાપ્તા જીવભેદોમાં કાર્મણની સાથે ઔદારિકમિશ્ર યોગ હોય છે. પરંતુ શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા બાદ શરીરરચના થયેલી હોવાથી કેવલ ઔદારિક કાયયોગ જ હોય છે. પરંતુ ઔદારિકમિશ્ર યોગ હોતો નથી. તેથી છ અપર્યાપ્તા જીવમાં કાર્મણ, ઔદારિકમિશ્ર, અને ઔદારિક એમ ત્રણ યોગો હોય છે. આ જ પ્રમાણે દેવનારકીમાં પણ શરીર પર્યાપ્તિ સુધી જ વૈક્રિય મિશ્ર અને શરીર પર્યાપ્તિ બાદ વૈક્રિયકાયયોગ સમજવો જેથી સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તામાં ત્રણને બદલે પાંચ યોગ જાણવા. પ્રશ્ન- મૂલગાથામાં રત્નમને પાઠમાં શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા બાદ ઔદારિક કાયયોગનું જ વિધાન કેમ કર્યું ? વૈક્રિયનું વિધાન કેમ ન કર્યું ? ઉત્તર- ઔદારિકના ઉપલક્ષણથી વૈક્રિયકાયયોગ પણ દેવ-નારકીને આશ્રયી સમજી લેવો. જેથી સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તામાં ૩ને બદલે ૫ યોગ હોય છે. તથા કર્મગ્રંથની ટીકામાં એમ પણ કહ્યું છે કે શરીર પર્યાપ્તિ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy