________________
ષડશીતિ નામના ચોથા કર્મગ્રન્થની પ્રશ્નોત્તરી સ્વરૂપે
સમાલોચના
પ્રશ્ન-૧ આ કર્મગ્રન્થનું નામ શું ? આવું નામ શા માટે ? આ ગ્રન્થના કર્તા કોણ ? તેઓશ્રીના ગુરુજીનું નામ શું ?
ઉત્તર - આ કર્મગ્રન્થનું નામ “ષડશીતિ” છે. છયાસી ગાથાઓ હોવાથી ષડશીતિ નામ રાખેલ છે. આ ગ્રન્થના કર્તા પૂ. આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી છે. તેઓશ્રીના ગુરુજીનું નામ પૂ. શ્રી જગચંદ્રસૂરિજી છે.
પ્રશ્ન-૨ ચૌદ જીવસ્થાનકો ક્યાં કયાં? તેના ઉપર કેટલાં દ્વારા કહેવાશે?
ઉત્તર - સૂક્ષ્મ-બાદર એકેન્દ્રિય ૨, વિકલેન્દ્રિય ૩, અસંજ્ઞી-સંજ્ઞી પંચેન્દ્રિય ૨, એમ કુલ સાત અપર્યાપ્તા અને સાત પર્યાપ્ત મળી ૧૪ જીવ સ્થાનક છે. તે ચૌદ જીવસ્થાનક ઉપર (૧) ગુણસ્થાનક, (૨) યોગ, (૩) ઉપયોગ, (૪) વેશ્યા, (૫) બંધ, (૬) ઉદય, (૭) ઉદીરણા અને (૮) સત્તા એમ કુલ ૮ દ્વારા કહેવાશે.
પ્રશ્ન-૩ સૂક્ષ્મ પર્યાપ્ત એકેન્દ્રિય, બેઈન્દ્રિય અપર્યાપ્ત, અસંશી અપર્યાપ્ત, અને સંજ્ઞી અપર્યાપ્ત આ ચાર જીવભેદમાં આઠ દ્વારા સમજાવો.૨૨
ઉત્તર - નામ | ગુણ૦| યોગ |ઉપયોગ | વેશ્યા | બંધ | ઉદય ઉદીરણા | સત્તા સૂ. ૫. એકે. | ૧ | ૧ | ૩ | ૩ | ૭૮ | ૮ | ૭૮ બેઇ. અપર્યાપ્ત ૧/૨ | ર/૩ | ૩ | ૩ | ૮ ૮ | ૭૮ અસં. અપર્યાપ્ત ૧/૨ | ર૩| ૩ | ૩ | ૭૮ સંલિ અપર્યા) |૧૨/૪૩/૪૫ ૮ | ૬ | ૭/૮ | ૮ | ૭/૮
૭૮
|
૮
પ્રશ્ન-૪ સાસ્વાદન ગુણસ્થાનક, ઔદારિક કાયયોગ, અસત્યામૃષા વચનયોગ, અવધિદર્શન અને તેજલેશ્યા કેટલા કેટલા જીવસ્થાનકોમાં હોય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org