________________
૨૫૯ ૧. જઘન્ય પરિત અસંખ્યાત ૦ | ૧. જઘન્ય પરિત્ત અનંત ૦ ૨. મધ્યમ પરિત્ત અસંખ્યાત ! ૨. મધ્યમ પરિત્ત અનંત ૩. ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાત { ૩. ઉત્કૃષ્ટ પરિત્ત અનંત ૪. જઘન્ય યુક્ત અસંખ્યાત ૦| ૪. જઘન્ય યુક્ત અનંત ૦ ૫. મધ્યમ યુક્ત અસંખ્યાત . | ૫. મધ્યમ યુક્ત અનંત ૬. ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત | ૧. ઉત્કૃષ્ટ યુક્ત અનંત ૭. જઘન્ય અસંખ્યાત અસંખ્યાત૦ ૭. જઘન્ય અનંત અનંત ૦ ૮. મધ્યમ અસંખ્યાત અસંખ્યાત | ૮. મધ્યમ અનંત અનંત ૯. ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત | ૯. ઉત્કૃષ્ટ અનંત અનંત
ચાર પ્યાલાના દાણા અને નાખેલા દાણા ભેગા કરવાથી જે રાશિ થાય છે. તે પ્રથમ જઘન્ય પરિત્ત અસંખ્યાત કહેવાય છે. તેનો એકવાર રાશિઅભ્યાસ કરવાથી ચોથું જઘન્યયુક્ત અસંખ્યાત થાય છે. હવે ચોથા યુક્ત અસંખ્યાતમાં જે આંક આવ્યો, તેનો ફરીથી બીજીવાર રાશિઅભ્યાસ કરવાથી ( એટલે જ.યુ.એ. માં જે આંક હોય તે આંકને તે આંક વડે તેનાથી ૧ ન્યૂન વાર ગુણવાથી) સાતમું જઘન્ય અસંખ્યાત અસંખ્યાત આવે છે. સાતમા જઘન્ય અસંખ્યાત-અસંખ્યાતમાં જે આંક આવ્યો તે આંકનો ત્રીજીવાર રાશિઅભ્યાસ કરવાથી પહેલું જઘન્ય પરિત્ત અનંતું થાય છે. તે જઘન્ય પરિત્ત અનંતામાં જે આંક આવ્યો તેનો ચોથીવાર રાશિઅભ્યાસ કરવાથી ચોથું જઘન્યયુક્ત અસંતું થાય છે. અને ફરીથી તે ચોથા જઘન્યયુક્ત અનંતાનો પાંચમીવાર રાશિઅભ્યાસ કરવાથી સાતમું જઘન્ય અનંતાનંત આવે છે. આ પ્રમાણે બીજીવાર, ત્રીજીવાર, ચોથીવાર, અને પાંચમીવાર રાશિઅભ્યાસ કરવાથી અનુક્રમે સાતમું અસંખ્યાત, તથા પ્રથમ-ચતુર્થ અને સપ્તમ અનંતું આવે છે. ઉપરના ચિત્રમાં ૦ આવા શૂન્ય ચિહ્ન દ્વારા આ ભેદો જણાવાયા છે.
આ પ્રમાણે ૧-૪-૭ નંબરનું અસંખ્યાત જે આવ્યું અને ૧-૪-૭ નંબરનું અનંત જે આવ્યું. તેમાં એક-બે-ત્રણ-ચાર ઈત્યાદિ ઉમેરો તો તેની પછીનાં મધ્યમ અસંખ્યાત અને મધ્યમ અનંતા. (એટલે ૨-૫-૮ નંબરનાં) આવે છે. અને જો એક ઓછું કરવામાં આવે તો પાછળનાં એટલે કે ઉત્કૃષ્ટ સંખ્યાત તથા ૩-૬-૯ નંબરનાં અસંખ્યાત અને ૩-૬ નંબરનાં અનંત આવે છે. છેલ્લું નવમું ઉત્કૃષ્ટ અનંતાનંત કોઈ રીતે આવતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org