________________
૨૫૭
પ્રશ્ન
વખત ન સાંભળેલો આ શબ્દ છે. તેનો અર્થ બરાબર સમજાવો.
-
“રાશિ અભ્યાસ” એટલે શું ? ગણિતશાસ્ત્રમાં કોઈ
ઉત્તર - કોઈપણ વિવક્ષિત એક રાશિ-આંક લઈએ, તે આંકને તેટલી જ વાર કાગળ ઉપર લખીએ, અને પછી પરસ્પર ગુણીએ, ગુણાકાર કરતાં જે જવાબ આવે તે રાશિ અભ્યાસ કહેવાય છે. જેમકે ત્રણનો આંક લઈએ. તેને ત્રણ વાર લખીને ગુણીએ ૩૪૩૪૩ = ૨૭ આ ત્રણનો રાશિ અભ્યાસ કહેવાય છે, એવી જ રીતે ૪×૪×૪×૪=૨૫૬ આ ચારનો રાશિ અભ્યાસ કહેવાય છે. તથા પ×પ×પ×પ×૫=૩૧૨૫ આ પાંચનો રાશિઅભ્યાસ કહેવાય છે. સારાંશ કે પાંચને પાંચ વડે ચારવાર ગુણતાં જે આવે તે પાંચનો રાશિઅભ્યાસ. છ ને છ વડે પાંચવાર ગુણતાં જે આવે તે છ નો રાશિ અભ્યાસ. સાતને સાત વડે છ વાર ગુણતાં જે આવે તે સાતનો રાશિઅભ્યાસ.
Jain Education International
આ પ્રમાણે જધન્ય પરિત્ત અસંખ્યાત નામના પ્રથમ અસંખ્યાતમાં જે રાશિ આવી છે. ( ધારો કે અસત્કલ્પનાએ એક લાખ ). તેને તે રાશિ વડે તેનાથી એક વાર ન્યૂન રીતે ગુણતાં (એટલે કે અસલ્પનાએ એક લાખને એક લાખ વડે ૯૯૯૯૯ વાર ગુણતાં) જે રાશિ થાય તે જધન્યયુક્ત અસંખ્યાત કહેવાય છે. એક આલિકામાં આટલા સમયો થાય છે.
પ્રશ્ન-આવલિકા એટલે કેટલો કાળ? કે જેમાં આટલા સમયો થાય છે.
ઉત્તર ૪૮ મીનીટ એટલે બે ઘડીનું ૧ મુહૂર્ત કહેવાય છે. તે ૧ મુહૂર્તમાં ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકા થાય છે. એટલે કે ૪૮ મીનીટ જેટલા કાળને ૧, ૬૭, ૭૭, ૨૧૬ વડે ભાગતાં જે ભાગાકાર-ઉત્તર આવે તેને ૧ આવલિકા કહેવાય. તેવી ૧ આવલિકામાં ચાર પ્યાલાના સરસવો અને સર્વ દ્વીપ-સમુદ્રોમાં નાખેલા સરસવોનો એક રાશિ કરી તેનો રાશિ અભ્યાસ કરવાથી જે આંક આવે તેટલા સમયો થાય છે. હવે વિચારો કે સમય કેટલો સૂક્ષ્મ છે? તેથી જ્ઞાની મહર્ષિ પુરુષોએ આંખના એક પલકારામાં અસંખ્યાત સમયો જે કહ્યા છે તે સર્વથા સંપૂર્ણ સત્ય અને યથાર્થ જ છે. આ પ્રમાણે આ ગાથામાં ૧-૨-૩-૪ અસંખ્યાતાં સમજાવ્યાં છે. બાકીનાં શેષ અસંખ્યાતાં તથા ૯ અનંતાં હવે પછીની ગાથામાં ગ્રંથકારશ્રી સમજાવે છે. ॥ ૭૮ ||
૩-૪/૧૭
For Private & Personal Use Only
www.jainelibrary.org