________________
૨૪૯
સમુદ્રથી) પછીના દ્વીપ-સમુદ્રમાં ઠલવવા માટે તેને ઉપાડવો નહીં. કારણ કે જો તેને ઠલવીએ તો તેનો સાક્ષીદાણો ક્યાં નાખવો ? શલાકા તો ભરેલો પડ્યો છે. અને અનવસ્થિતના સાક્ષીદાણા સીધેસીધા પ્રતિશલાકા અને મહાશલાકામાં નાખવાના નથી. તેથી હવે આટલા મોટા માપવાળા અનવસ્થિતને સરસવોથી ભરીને રાખી મુકવો. અને સંપૂર્ણ ભરેલા શલાકાને જ ઉપાડી
જ્યાં પૂર્વનો અનવસ્થિત ખાલી થયો છે ત્યાંથી આગળ (૧૦૦) મા દ્વીપસમુદ્રથી આગળ) આ શલાકા પ્યાલાના જ એક એક દાણા દીપ-સમુદ્રોમાં નાખતાં ખાલી કરવા. અને તેની સાક્ષીભૂત બહારનો એક દાણો હવે પ્રતિશલાકામાં નાખવો. આ સમયે જ્યારે શલાકા ખાલી થાય ત્યારે તેની યાદી તરીકે પ્રતિશલાકામાં ૧ સાક્ષીદાણો નાખવો અને શલાકા જ્યાં ખાલી થયો ત્યાંથી આગળ (અસત્કલ્પનાએ ધારો કે શલાકા ૧૦૦૦ થી ૧૧૦૦માં ખાલી કરાયો છે. તો ત્યાંથી આગળ એટલે ૧૧૦૧ થી) પૂર્વે ભરીને રાખેલા અનવસ્થિતનો એક એક દાણો નાખીને તેને (અ.ક.એ ૧૧૦૧ થી ૧૨૦૦ માં દાણા નાખીને) ખાલી કરવો. અને તેનો સાક્ષીદાણો એક બહારનો લાવીને શલાકામાં નાખવો. ત્યારબાદ ત્યાં સુધીનો (અ.ક. ૧૨00 દ્વીપ-સમુદ્ર સુધીનો) ફરીથી અનવસ્થિત પ્યાલો બનાવવો અને તે સરસવોથી ભરવો. ભરીને ડાબા હાથમાં ઉપાડી ત્યાંથી આગળ (અ.ક. ૧૨૦૧ થી ૧૩૦૦માં) તેનો એકેક દાણો દ્વીપ-સમુદ્રમાં નાખતાં તેને સંપૂર્ણ ખાલી કરવો. અને તેનો સાક્ષીભૂત ૧ દાણો બહારથી લાવી શલાકામાં નાખવો. હવે શલાકામાં ૨ દાણા અને પ્રતિશલાકામાં ૧ દાણો આવેલ છે. ત્યારબાદ તે અનવસ્થિત જ્યાં ખાલી થયો ત્યાં સુધીના માપવાળો (એટલે અક. ૧૩00 દ્વીપ-સમુદ્ર જેવડો) ફરીથી અનવસ્થિત પ્યાલો બનાવી, સરસવોથી ભરી તેને ઉપાડી ત્યાંથી આગળના (અ.ક. એ ૧૩૦૧મા) દ્વીપ સમુદ્રથી એકેક દાણો નાખવા વડે ઠલવી ૧ સાક્ષીદાણો શલાકામાં નાખવો. હવે શલાકામાં ત્રણ દાણા થયા. આ જ ક્રમે વારંવાર મોટા મોટા માપવાળો અનવસ્થિત પ્યાલો બનાવતા જવું. સરસવોથી ભરી પછી - પછીના દીપ-સમુદ્રમાં ઠલવતા જવું. અને બહારથી લાવીને એક-એક સાક્ષીદાણો શલાકામાં નાખતા જવું. એમ કરતાં (ધારો કે અનવસ્થિત પ્યાલો અ.ક. ૨000 દ્વીપ-સમુદ્ર જેવડો ભરાયો છે. તે સમયે) શલાકા પ્યાલો વારંવાર સાક્ષીદાણા નાખવાથી શિખા સહિત ભરાઈ ચુક્યો છે. તેમાં એકપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org