________________
૨૪૫ પઢમં વ=પહેલા પ્યાલાની જેમ, પુરિ ફરીથી પ્યાલો ભરે છતે, તવંત વિય = ત્યાં સુધીના તદ રd = તે પ્યાલો તેવી
દ્વીપસમુદ્રવાળો,ી જ રીતે ખાલી થાય ત્યારે. ગાથાર્થ - ત્યારબાદ એકેક દ્વીપસમુદ્રમાં એક એક સરસવનો દાણો નાખીને પહેલો પ્યાલો ખાલી થાય ત્યારે જયાં ખાલી થયો ત્યાં સુધીના દ્વિીપસમુદ્રવાળો પ્યાલો પહેલા પ્યાલાની જેવો ફરીથી ભરવો. અને પૂર્વની જેમ સરસવો નાખવા દ્વારા તે પ્યાલો ખાલી થાય ત્યારે ૭૪
- વિવેચન - જંબૂદ્વીપના માપવાળો પહેલો પ્યાલો જે છે, તેને સરસવોના દાણાથી એવી રીતે ભરવી કે શિખા ચડી શકે તેટલી શિખા ચડાવીને ભરવો. ત્યારબાદ (આટલો મોટો લાખયોજનની લંબાઈપહોળાઈવાળો, એક હજાર યોજનની ઉંડાઈવાળો, આઠયોજનની ઉંચી જગતીવાળો, બે ગાઉની વેદિકાવાળો) આ પ્યાલો કોઈ માનવથી ઉપાડવો અશક્ય હોવાથી ધારો કે કોઈ દેવ અથવા દાનવ તે પ્યાલાને ડાબા હાથમાં ઉપાડીને એકેક દાણો જંબુદ્વીપથી પ્રારંભીને દ્વીપ અને સમુદ્રમાં જમણા હાથ દ્વારા અનુક્રમે નાખે. એટલે કે પહેલો દાણો જંબૂદ્વીપમાં, બીજો દાણો લવણમાં, ત્રીજો દાણો ધાતકીમાં, ચોથો દાણો કાલોદધિમાં એમ આખો આ પ્યાલો ખાલી કરવો. જો કે આ પ્યાલો ઉપર કહેલા માપને લીધે ક્યાં ખાલી થાય તે આપણા જેવા માનવો વડે કહેવું કે કલ્પવું અશક્ય જ છે. છતાં તે ખાલો જ્યાં ખાલી થાય તે દ્વીપ અથવા સમુદ્ર સુધીના અંતવાળો (એટલે વચ્ચેના તમામ દ્વીપ-સમુદ્રો સાથે ત્યાં સુધીના અંતવાળો) એક હજારની ઉંડાઈવાળો, જગતી અને વેદિકાવાળો નવો પ્યાલો બનાવી ચડી શકે તેટલી વધારે શિખા ચડાવીને સરસવોથી ભરવો. પહેલો જે પ્યાલો ખાલી થયો તે પ્યાલો એક લાખ યોજનના નિશ્ચિત માપવાળો હતો તેથી તેનું નામ અવસ્થિત હતું. પરંતુ અનવસ્થિત પ્યાલો બનાવવામાં તેની જરૂરિયાત હતી તેથી તેની કલ્પના કરેલી છે. હવે ધારો કે આ અવસ્થિત પ્યાલો (અસત્કલ્પનાએ) ૧૦૦ મા દ્વીપ-સમુદ્ર ખાલી થયો માનીએ તો ૧૦૦મા દ્વીપસમુદ્ર જેટલી લંબાઈ-પહોળાઈવાળો આ અનવસ્થિત પ્યાલો થયો. તેને સરસવોથી ભરી ડાબા હાથમાં ઉપાડી જ્યાં અવસ્થિત પ્યાલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org