________________
૨૪૪
તેનું નિયત માપ ન રહેતું હોવાથી અનવસ્થિત કહેવાયું છે. જો કે પહેલો પ્યાલો પણ બૂઢીપના જેવો એક લાખ યોજનના નિયત માપવાળો હોવાથી “અવસ્થિત” જ છે. અનવસ્થિત નથી. પરંતુ બીજીવારમાં તે અનિયત માપવાળો થતો હોવાથી બીજીવારમાં તેને
અનવસ્થિત કહેવાય છે. અને ત્યારથી જ તેનો વ્યવહાર કરાશે. (૨) શલાકા - અનવસ્થિત પ્યાલાના સાક્ષીરૂપ એક એક દાણા નાખવા
તે શલાકા. આવા પ્રકારના સાક્ષીરૂપ દાણા વડ ભરાતો પ્યાલો પણ
શલાકા કહેવાય છે. (૩) પ્રતિશલાકા - શલાકા પ્યાલાના સાક્ષીદાણા વડે જે ભરાય તે પ્રતિશલાકા. (૪) મહાશલાકા -પ્રતિશલાકા પ્યાલાના સાક્ષીદાણા વડે જે ભરાય તે મહાશલાકા.
ઉપરના હેતુઓથી પ્યાલાનાં આવાં નામો છે. તેથી તે જ નામો કંઠસ્થ કરવાં. છતાં તેને એક નંબર, બે નંબર, ત્રણ નંબર અને ચાર નંબરનો પ્યાલો એમ પણ કહી શકાય છે. આ ચારે પ્યાલા એક લાખ યોજન લાંબા, એક લાખ યોજન પહોળા, એક હજાર યોજન ઉડા, આઠ યોજનની જગતીવાળા, તથા તે જગતીની ઉપર બે ગાઉ ઉંચી પધવર વેદિકાવાળા બનાવવા. ત્યારબાદ તે પ્યાલાને શિખા સહિત સરસવથી ભરવાના છે. પરંતુ ચારે હાલા ન ભરતાં અહીં માત્ર પ્રથમ પ્યાલો જ હમણાં સરસવથી ભરવો. ત્યારબાદ શું કરવું ? તે હવે પછીની ગાથામાં જણાવે છે. ૭૩ II ता दीवुदहिसु इक्विक्क सरिसवं खिविय निट्ठिए पढमे । पढमं व तदंतं चिय, पुण भरिए तंमि तह खीणे ॥७४॥ (तस्माद् द्वीपोदधिषु एकैकसर्षपं क्षिप्त्वा निष्ठिते प्रथमे । प्रथममिव तदन्तमेव पुन ते तस्मिन् तथा क्षीणे ॥४॥
શબ્દાર્થ તા = ત્યારબાદ,
વિવિય = નાખીને, વીદિ=દ્વીપ અને સમુદ્રને વિષે, | નિgિp પ = પહેલો પ્યાલો fધ સરિતવં=એક એક સરસવ, | ખાલી થાય ત્યારે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org