________________
૨૨૨ હોય છે. જેમકે મિથ્યાત્વમોહનીય કર્મનાં દલિક મિશ્રમાં સંક્રમાવી તે રૂપે ત્રીજા ગુણઠાણે અને સમ્યકત્વમોહનીયમાં સંક્રમાવી તે રૂપે ચોથાથી સાતમા સુધી ઉદયથી ભોગવે છે. આ મિથ્યાત્વમોહનીયનો પ્રદેશોદયાનુવિદ્ધ ક્ષયોપશમ કહેવાય છે. અને મિશ્ર તથા સમ્યક્વમોહનીયનો વિપાકોદય કહેવાય છે. તેવી જ રીતે અનંતાનુબંધીનો બે ગુણઠાણા સુધી, અપ્રત્યાખ્યાનીયનો ૧ થી ૪ ગુણઠાણા સુધી અને પ્રત્યાખ્યાનાવરણનો ૧ થી ૫ ગુણઠાણા સુધી (ક્ષયોપશમ વિના) શુદ્ધ ઔદયિકભાવ હોય છે. ત્યાર પછીના સાતમા સુધીનાં ગુણઠાણાઓમાં અનંતાનુબંધીનું દલિક અપ્રત્યાખ્યાનાદિમાં ભેળવીને, અપ્રત્યાખ્યાનીયનું કર્મદલિક પ્રત્યાખ્યાનાવરણાદિમાં ભેળવીને અને પ્રત્યાખ્યાનાવરણનું કર્મલિક સંજવલનમાં ભેળવીને જીવ ભોગવે છે. તેને અનંતાનુબંધી આદિ ૧૨ કષાયોનો ક્ષયોપશમ કહેવાય છે અને તે કાળે પરપ્રકૃતિરૂપે આ બાર કષાયનું દલિક ઉદયમાન હોવાથી પ્રદેશોદય પણ કહેવાય છે.
(૭) મિશ્રમોહનીયનો ત્રીજે ગુણસ્થાનકે શુદ્ધ વિપાકોદાય છે અને શેષ સાત સુધીનાં ગુણસ્થાનકોમાં પ્રદેશોદય છે. વિપાકોદયકાળ ત્રીજે ગુણઠાણે સર્વઘાતી હોવાથી ક્ષયોપશમ કહેવાતો નથી. પરંતુ ચોથાથી સાતમા ગુણઠાણા સુધીમાં મિશ્રમોહનીયનું કર્મદલિક હીનરસવાળું થઈને સમ્યકત્વમોહનીયરૂપે થઈને ભોગવાય છે. તેને મિશ્રમોહનીયના પ્રદેશોદયકાળે ક્ષયોપશમભાવ કહી શકાય છે. તથા સમ્યકત્વથી પડીને પહેલા ગુણઠાણે આવીને મિશ્રમોહનીયની મિથ્યાત્વમોહનીયમાં ઉદ્ગલના કરવાના કાળે મિશ્રનાં દલિક મિથ્યાત્વરૂપે વેદાતાં હોવાથી મિશ્રનો પ્રદેશોદય કહેવાય છે. પરંતુ મિથ્યાત્વરૂપે બનવાથી રસની અધિકતા થતી હોવાથી ક્ષયોપશમભાવ કહેવાતો નથી.
(૮) સમ્યકત્વમોહનીયનો ચારથી સાત ગુણઠાણામાં ઉદય પણ છે અને ક્ષયોપશમભાવ પણ છે તેથી ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમભાવ. પરંતુ પહેલા ગુણઠાણે ઉર્વલના કાળે તેનાં દલિક મિથ્યાત્વમાં ભળીને ઉદયમાં આવે છે. તેને સમ્યકત્વમોહનીયનો પ્રદેશોદય કહેવાય છે. પરંતુ રસની અધિકતા હોવાથી ક્ષયોપશમ કહેવાતો નથી. આ પ્રમાણે જ્ઞાનાવરણીય - દર્શનાવરણીય - મોહનીય અને અંતરાયકર્મોની ઉત્તર પ્રવૃતિઓના ક્ષયોપશમભાવની સ્પષ્ટતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org